________________
૪૯૦
જંન કાવ્યસાહિત્ય
કવિએ ૧૦ પદ્યોની પ્રશસ્તિમાં કૃતિના અંતે પોતાનો પરિચય આપ્યો છે કે શ્રીસમ્પન્ન મોટી મહિમાવાળા અને સારા જગતના શણગાર રૂપ નોમકોનો વંશ છે, તેના હસ્તાવલંબનને કારણે રાજયલક્ષ્મી વૃદ્ધ થવા છતાં પણ દુર્ગપથથી અલિત થતી નથી. કાયસ્થ કુલમાં આન્દ્રદેવ નામનો પુરુષરત્ન થયો. તેની પત્નીનું નામ રચ્યા હતું. તેનાથી હરિશ્ચન્દ્ર નામનો પુત્ર થયો. તે અરહંત ભગવાનના ચરણકમલોનો ભ્રમર હતો. તેની વાણી સારસ્વત સ્રોતમાં નિર્મળ થઈ ગઈ હતી. પોતાના ભાઈ લક્ષ્મણની ભક્તિ અને શક્તિના કારણે હરિશ્ચન્દ્ર તેવી જ રીતે નિર્વાકુળ બનીને શાસ્ત્રસમુદ્ર પાર કરી ગયા જેવી રીતે રામે લક્ષ્મણના કારણે સંતુ પાર કર્યો હતો.'
પ્રશસ્તિમાંથી એ જાણવા મળે છે કે કવિ એક રાજમાન્ય કુળના હતા અને આ રાજમાન્યતા એમને ત્યાં પેઢીઓથી ચાલતી આવી હતી. કવિએ માતાપિતા, પોતાનું નામ અને અનુજનું નામ આપવા ઉપરાંત પોતાના વંશનો તથા પોતાના પૂર્વજ ગુરુઓ અને આચાર્યનો કોઈ પરિચય આપ્યો નથી. તે ક્યાંના રહેવાસી હતા એ પણ ઉક્ત પ્રશસ્તિમાં જણાવ્યું નથી. કવિ કયા સંપ્રદાયના હતા એ પણ ઉક્ત પ્રશસ્તિમાંથી જાણવા મળતું નથી પરંતુ કૃતિની આંતિરક તપાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તે દિગંબર મતાનુરાગી હતા. તેમણે આ કાવ્યની કથા ઉત્તરપુરાણમાંથી લીધી છે, ધર્મદેશનાના પ્રસંગમાં તેમણે ચન્દ્રપ્રભચરિતની શૈલીનું અનુસરણ કર્યું છે, નેમિનિર્વાણકાવ્યનાં અનેક પદ્યો સાથે પણ આ કાવ્યનાં અનેક પદ્યાનું નોંધપાત્ર મળતાપણું છે, તથા પાંચમા સર્ગમાં દિગંબરમાન્ય ૧૬ સ્વપ્રોનું વર્ણન છે, ત્રીજા સર્ગના આઠમા શ્લોકમાં દિગંબર સાધુનો સમાગમ વગેરે કર્તા હરિશ્ચન્દ્ર દિગંબર મતાનુયાયી હોવાનું સૂચવે છે. પરંતુ તે કટ્ટર દિગંબર ન હતા. તેમણે શ્વેતાંબર ગ્રન્થોનું તથા જૈનેતર ગ્રન્થોનું પણ અધ્યયન કર્યું હતું. અન્તિમ (૨૧મા) સર્ગમાં જે ખરકર્મોનો ઉલ્લેખ છે તે હેમચન્દ્રના યોગશાસ્ત્ર ઉપર આધારિત
કવિનું અધ્યયન વ્યાપક હતું. તેમણે પોતાની કૃતિના સર્જનમાં તત્ત્વાર્થસૂત્ર, આદિપુરાણ, ઉત્તરપુરાણ , યશસ્તિલકચમ્પગઘચિન્તામણિ, ચન્દ્રપ્રભચરિત,
૧. પ્રશસ્તિ , પદ્ય ૧-૫ ૨. TMUત્તે નાઝ નદીના ! ૩. (૧) ધ.શ., સર્ગ ૨૧, શ્લોક ૧ ૩૧ = યો. શા. પૃ. ૧દદ
(ર) ધશ, સર્ગ ૨૧, શ્લોક ૧૩૬ = થો. શા. તૂ. પ્ર. પૃ. ૪૯૩ (૩) ધ.શ., સર્ગ ૨૧, બ્લોક ૧૪૫ = યો. દા. તૃ. પ્ર. પૃ. ૫૭ (૮) ધ.શ., સર્ગ - ૧, કલક ૧દ - યો, શા. તૂ. પ્ર. પૃ. ૫દ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org