________________
૪૮૮
જેન કાવ્યસાહિત્ય
જોઈ ધર્મનાથને વૈરાગ્ય થવો, દીક્ષા લેવી, તપસ્યા કરવી, કેવલજ્ઞાન થવું વગેરેનું નિરૂપણ છે તથા સમવસરણનું વર્ણન છે અને એકવીસમી સર્ગમાં ધર્મદેશના, ભ્રમણ તથા મોક્ષગમનનું વર્ણન છે.
કથાનકના ઉપર્યુક્ત વિશ્લેષણથી જાણવા મળે છે કે સાવ નાના કથાનકને કવિએ મહાકાવ્યનું વિસ્તૃત રૂપ આપ્યું છે. તેમાં પહેલાથી છઠ્ઠા સર્ગ સુધી પરંપરાગત કથાની પ્રધાનતા છે, પરંતુ પછીના સર્ગોમાં કથાવસ્તુને ગૌણ કરી અલંકૃત વર્ણનોને પ્રધાનતા આપવામાં આવી છે. દસથી સોળ સર્ગોમાં મહાકાવ્યાય વિષયોનાં વર્ણનો છે. સત્તરથી વીસ સર્ગોમાં પુનઃ કથાવસ્તુના સૂત્રને પકડી લીધું છે.
પ્રસ્તુત કાવ્યનું કથાનક લઘુ હોવા છતાં પણ કવિએ પોતાનાં પાત્રોનું ચરિત્રચિત્રણ સારી રીતે કર્યું છે. તેમાં ધર્મનાથ, મહાસેન, સુવ્રતા, ચારણમુનિ અને સુષેણ એ પાંચ જ પાત્ર મુખ્યપણે દેખાય છે. તેવી જ રીતે, પ્રાકૃતિક વર્ણનો કરવામાં કવિ બહુ સફળ રહ્યા છે. તેમનું ક્ષેત્ર આ વિષયમાં ઘણું વ્યાપક છે.' પાત્રોનાં સૌન્દર્યવર્ણનો પણ કવિએ યથાસ્થાન રજૂ કર્યા છે. કવિએ જયાંત્યાં તત્કાલીન સામાજિક સ્થિતિનું ચિત્ર પણ આલેખ્યું છે. તેમણે આ કાવ્યના ચોથા અને એકવીસમી સર્ગમાં જૈન ધર્મ અને દર્શનના પ્રમુખ સિદ્ધાન્તોને રજૂ કર્યા છે.
ધર્મશર્માલ્યુદય રમણીય ભાવો અને કલ્પનાઓનો વિશાલ ભંડાર છે. તેમાં વિવિધ રસોનો, ખાસ કરીને શાન્ત અને શૃંગાર રસનો, સારો પરિપાક થયો છે. નવમા સર્ગમાં વાત્સલ્યરસ, સત્તરમામાં શૃંગારરસ, ઓગણીસમામાં વીરરસ તથા વીસમામાં શાન્તરસની માર્મિક અભિવ્યંજના થઈ છે.
આ કાવ્યની ભાષા અત્યન્ત પ્રૌઢ અને પરિમાર્જિત છે. ભાષા ઉપર કવિનું અસાધારણ પ્રભુત્વ દેખાઈ આવે છે. ભાષામાં સ્વાભાવિકતા અને સજીવતાના દર્શન થાય છે. યથાસ્થાન માધુર્ય, ઓજ અને પ્રસાદ ત્રણે ગુણોનો પ્રયોગ થયો છે પરંતુ માધુર્ય ગુણ સંપૂર્ણ કાવ્યમાં છવાયેલો છે. કાવ્યપરંપરા અનુસાર આ કાવ્યમાં પણ એક સર્ગ (૧૯મો) પાંડિત્યપ્રદર્શન અને શબ્દકીડા માટે રચાયો છે. તેમાં વિવિધ ચિત્રકાવ્યોની યોજના કરવામાં આવી છે – ગોમૂત્રિક, અર્ધભ્રમ, મુરજબંધ, સર્વતોભદ્ર, ષોડશદલકમલ તથા ચક્રબંધ વગેરે. આ જ રીતે એકાક્ષર,
૧. સર્ગ ૨.૭૭; ૩. ૨૬-૨૭, ૧૩-૩૮; ૧૦.૯; ૧૧.૭૨; ૧૪,૮, ૩૯; ૧૬.૧૮, - ૪૫-૪૬ વગેરે. ૨. સર્ગ ૨.૧૫, ૧૯; ક. ૨૮ આદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org