________________
લલિત વામૈય
આટલી નાની કથાવસ્તુને લઈને સરસ, સુંદર શબ્દાવલી, મનોહર ભાવો અને કલ્પનાઓની મદદથી આટલા વિશાલ કાવ્યની સૃષ્ટિ કવિની વિશાલ પ્રતિભાનું ફળ છે.
૪૮૭
કથાનો પ્રારંભ કરતાં પહેલાં ૯ શ્લોકોમાં મંગલાચરણ, પછી ૨૨ શ્લોકોમાં પોતાની લઘુતા, કાવ્યનો સાર-નિઃસાર, સજ્જન-દુર્જન નિરૂપણ કરીને ઉત્તર કોશલ દેશના રત્નપુર નગરનું વર્ણન છે. બીજા સર્ગમાં રાજા મહાસેન અને રાણી સુવ્રતાને પુત્ર ન હોવાની ચિન્તાનું તથા વનપાલ દ્વારા ઉદ્યાનમાં ચારણ મુનિના આગમનના સમાચાર મળવાનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં પુરજન-પરિજન સમેત રાજાના મુનિદર્શન માટે ગમનનું અને પોતે તીર્થંકરના પિતા બનશે એવી ભવિષ્યવાણીના મુનિમુખે શ્રવણનું નિરૂપણ છે. ચોથા સર્ગમાં રાજાની વિનંતીથી મુનિ ધર્મનાથના બે પૂર્વભવોની કથા કહે છે અને સર્વાર્થસિદ્ધિ વિમાનથી ચ્યુત થઈ મહારાણી સુવ્રતાના ગર્ભમાં આવવાની વાત કહે છે. પાંચમા સર્ગમાં લક્ષ્મી વગેરે દેવીઓ દ્વારા કરાતી સુવ્રતાની પરિચર્યાનું, સુવ્રતાએ દેખેલાં ૧૬ સ્વપ્રોનું તથા ગર્ભધારણ પ્રસંગે દેવતાઓએ કરેલા પૂજાઉત્સવનું વર્ણન છે. છઠ્ઠાથી આઠમા સર્ગ સુધી જન્મકલ્યાણક, જન્માભિષેક વગેરેનું વર્ણન છે. નવમા સર્ગમાં બાલ્યકાલથી યુવાવસ્થા પ્રાપ્ત કરવાનું, સ્વયંવર માટે વિદર્ભ દેશ પ્રસ્થાન કરવાનું તથા માર્ગમાં આવતી ગંગાનદીનું વર્ણન છે. દસમા· સર્ગમાં માર્ગમાં કિન્નરેન્દ્રની વિનંતીથી ધર્મનાથના વિન્ધ્યગિરિમાં વિશ્રામનું તથા ત્યાં કુબેર નગરીની રચના આદિનું વર્ણન છે. અગીઆરમા સર્ગમાં ધર્મનાથની સેવા માટે ઉપસ્થિત છ ઋતુઓનું વર્ણન છે. બારમા સર્ગમાં વનશ્રીસુષમા અને પુષ્પાવચયનું વર્ણન છે, તેરમા સર્ગમાં નર્મદા નદીમાં જલક્રીડાનું વર્ણન છે. ચૌદમા સર્ગમાં સંધ્યા, રાત્રિ, ચન્દ્રોદય વગેરેનું વર્ણન છે. પંદરમા સર્ગમાં મદ્યપાન અને સંભોગશૃંગારનું વર્ણન છે. સોળમા સર્ગમાં પ્રભાતવર્ણન છે તથા ધર્મનાથનું વિદર્ભ તરફ પ્રસ્થાન વર્ણિત છે તથા વિદર્ભદેશવર્ણન છે અને વિદર્ભ નરેશ સાથેના મેળાપનું વર્ણન છે. સત્તરમા સર્ગમાં સ્વયંવરનું વર્ણન, રાજકન્યા ઈન્દુમતી દ્વારા ધર્મનાથનું વરણ, વિવાહવર્ણન તથા પત્ની સાથે સ્વદેશ પાછા ફરવું વર્ણિત છે. અઢારમા સર્ગમાં ધર્મનાથનો નગરપ્રવેશ, પિતા મહાસેન દ્વારા દીક્ષાગ્રહણ તથા ધર્મનાથના રાજ્યાભિષેકનું વર્ણન છે. ઓગણીસમા સર્ગમાં ધર્મનાથના સેનાપતિ સુપેણનું વિદર્ભમાં અન્ય રાજાઓ સાથે યુદ્ધ તથા તેમાં વિજય પ્રાપ્ત કરી સુપણના પાછા ફરવાનું વર્ણન છે. વીસમા સર્ગમાં ઉલ્કાપાત
૧. દસમાથી સોળમા સર્ગ સુધી માઘના શિશુપાલવધની શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org