________________
૪૮૬
જૈન કાવ્યસાહિત્ય
મહાકાવિએ આ કાવ્યને વિવિધ અલંકારો અને છંદોથી પણ શણગાર્યું છે.
વર્ધમાનચરિત ઉપર પૂર્વવર્ત કવિઓનો પ્રભાવ જોવા મળે છે. તેની શૈલી પ્રાયઃ ભારવિના કિરાતાર્જુનીયમની શૈલી સાથે મળતી છે. રઘુવંશ, શિશુપાલવધ, ચન્દ્રપ્રભચરિત, નેમિનિર્વાણ આદિ કાવ્યો સાથેનું યત્કિંચિત્ સાદૃશ્ય પણ દેખાય
છે.
કર્તા અને રચનાકાળ – કવિની એક અન્ય કાવ્યકૃતિ શાન્તિનાથચરિતની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા અસગ કવિ હતા. તેમના પિતાનું નામ પટુમતિ અને માતાનું નામ વૈરતિ હતું. કવિના ગુરુનું નામ નાગનન્ટ હતું. કવિએ શ્રીનાથના રાજ્યકાળમાં ચોલરાજયની જુદી જુદી આઠ નગરીઓમાં આઠ કૃતિઓની રચના કરી છે. વર્ધમાનચરિતની પ્રશસ્તિ અનુસાર આ કાવ્યનો રચનાકાળ શક સંવત ૯૧૦ (ઈ.સ.૯૮૮) છે. કવિના ગુરુ નાગનદિ સંભવતઃ તે જ નાગનદિ છે જેમનો ઉલ્લેખ શ્રવણબેલગોલના ૧૦૮મા શિલાલેખમાં નન્ટિસંઘના આચાર્ય તરીકે છે. પરંતુ નદિસંઘની પટ્ટાવલીમાંથી તો તેમના વિશે કંઈ પણ જાણવા મળતું નથી. ધર્મશર્માલ્યુદય
આ મહાકાવ્યમાં પંદરમા તીર્થંકર ધર્મનાથના જીવનચરિતનું આલેખન છે. તેમાં ૨૧ સર્ગો છે અને કુલ મળીને ૧૭૬૫ શ્લોકો છે. અત્તે ગ્રન્થકર્તાની પ્રશસ્તિ ૧૦ શ્લોકોમાં આપવામાં આવી છે. આ કાવ્યની કથાવસ્તુનો આધાર આચાર્ય ગુણભદ્રકૃત ઉત્તરપુરાણનું ૬૧મું પર્વ છે જેમાં ધર્મનાથનું ચરિત માત્ર પર પદ્યોમાં આલેખાયું છે, તેમાં ધર્મનાથના કેવળ બે પૂર્વ ભવો અને વર્તમાન ભવનું વર્ણન છે. “
૧. આ મહાકાવ્યના અલંકારોના પરિશીલન માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન
કવિયોં કા યોગદાન, પૃ. ૧૫૩-૧૬૧. ૨. છંદો માટે પણ તે જ ગ્રન્થ જુઓ, પૃ. ૧૬૧. ૩. કાવ્યમાલા, ૮, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૩; જિનરત્નકોશ, પૃ. ૧૯૩; હિન્દી
અનુવાદ – પં. પન્નાલાલ સાહિત્યાચાર્યકૃત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી. ૪. ઉત્તરપુરાણ, પર્વ ૬૧. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org