________________
લલિત વાય
૪૮૧
જણાય છે. તેથી તે અવશ્ય તેમના પછી થયા છે. ચન્દ્રપ્રભચરિત મહાકાવ્યના કર્તા વીરન%િ (૧૧મી સદીના પૂર્વાર્ધ) વાડ્મટની શૈલીથી અવશ્ય પ્રભાવિત હતા તથા વામ્ભટાલંકારમાં નેમિનિર્વાણનાં અનેક પઘોને ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેથી નેમિનિર્વાણની રચના આ બન્નેની પછીની ન હોઈ શકે. એટલે વાલ્મટનો સમય દસમી સદી હોવો જોઈએ. તેરમી સદીના પ્રારંભે મહાકવિ હરિચન્ટે પોતાના મહાકાવ્ય ધર્મશર્માભ્યદયમાં અનેક સ્થાને નેમિનિર્વાણમાંથી પ્રચુર માત્રામાં ભાવ, ભાષા અને શબ્દ લીધા છે. ચન્દ્રપ્રભચરિતમહાકાવ્ય
આમાં આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભના ચરિતને મહાકાવ્યત્વનું રૂપ આપવામાં આવ્યું છે. તેમાં ૧૮ સર્ગ છે અને કુલ મળીને ૧૬૯૧ શ્લોકો છે. અંતે કર્તાની પ્રશસ્તિના ૬ શ્લોક અલગથી આપ્યા છે. બધા સર્ગોના અત્તિમ શ્લોકમાં “ઉદય' શબ્દ આવ્યો છે. તેથી આ કાવ્ય ઉદયાંક છે.' - ચન્દ્રપ્રભચરિતની કથાવસ્તુનો મુખ્ય આધાર ઉત્તરપુરાણ છે. ઉત્તરપુરાણના ૫૪મા પર્વમાં ચન્દ્રપ્રભના કુલ મળીને સાત ભવોનું વર્ણન છે. તેના અંતે કેવળ એક શ્લોકમાં તે સાતે ભવોનાં નામ ક્રમથી આપવામાં આવ્યાં છે :
૧. જેમકે વાભદાલંકાર ૨૮ = નેમિનિર્વાણ ૭.૧૬; ૩૦ = ૭.૫૦; ૩૨ = ૬.૫૧; ૩૩
= ૭.૨૫; ૩૪ = ૬.૪૬; ૩૯ = ૬.૪૭; ૪૦ = ૭.૨૬; ૬૩ = ૧૦.૨૫; ૬૯ = ૧૦.૩૫ ૨. જૈન સદેશ, શોધાંક ૮, પૃ. ૨૮૫-૨૮૬, ૫. અમૃતલાલ જૈનનો લેખઃ વાલ્મટ ઔર
હરિશ્ચન્દ્રમેંપૂર્વવર્તી કૌન. આ જ પ્રમાણોના આધારે ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રીએ નેમિનિર્વાણ મહાકાવ્યને ચન્દ્રપ્રભચરિત અને ધર્મશર્માલ્યુદયની પછીની રચના માનેલ છે: જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૨૮૨-૨૮૩. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯; કાવ્યમાલા, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૧૨; જીવરાજ પ્રસ્થમાલા, સોલાપુર, ૧૯૭૦; તેના મહાકાવ્યત્વ વિશે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ
મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૮૧ અને આગળ. ૪. તિ શ્રીવીરતિqયા વાપત્તેિ મહાત્રે............... સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org