________________
૪૮ ૨
જૈન કાવ્યસાહિત્ય
श्रीवर्मा श्रीधरो देवोऽजितसेनोऽच्युताधिपः ।
पद्मनाभोऽहमिन्द्रोऽस्मान् पातु चन्द्रप्रभः प्रभुः ॥ આ ક્રમ અનુસાર આ કાવ્યમાં પણ ચન્દ્રપ્રભનું ચરિત આપવામાં આવ્યું છે અને પ્રશસ્તિપદ્યોના અત્તે એક શાર્દૂલવિક્રીડિતમાં ક્રમશઃ સાતે ભવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે :
यः श्रीवर्मनृपो बभूव विबुधः सौधर्मकल्पे ततस्तस्माच्चाजितसेनचक्रभृदभूद्यश्चाच्युतेन्द्रस्ततः । यश्चाजायत पद्मनाभनपतियों वैजयन्तेश्वरो,
यः स्यात्तीर्थकर: स सप्तमभवे चन्द्रप्रभः पातु नः ॥ કૃતિના પ્રારંભે ૬ શ્લોકોમાં મંગલાચરણ, ૨ શ્લોકોમાં સજ્જન-દુર્જન ચર્ચા તથા બેમાં પોતાની લઘુતા પછી પાંચમા ભવના જીવ પદ્મનાભની કથાથી વિષયવસ્તુનો પ્રારંભ થાય છે (૧ સર્ગ). પદ્મનાભ શ્રીધર મુનિ પાસેથી પોતાના પૂર્વ ભવોને સાંભળે છે (૨ સર્ગ). ત્યાર પછી ચન્દ્રપ્રભના સાતમા ભાવ પૂર્વેના જીવ શ્રીવર્માનું વર્ણન છે, તે તપસ્યા કરી શ્રીધર દેવ બને છે (૩-૪ સર્ગ). શ્રીધરનો જીવ અજિતંજય રાજા અને અજિતસેના રાણીથી અજિતસેન રાજકુમાર થાય છે. તેને યુવરાજ પદવી મળે છે. ચન્દ્રરુચિ નામનો અસુર તેનું અપહરણ કરે છે (૫ સર્ગ). તે પછી અસુરે તેને મનોરમા સરોવરમાં પાડી દેવો, પછી અટવી પર્વતમાં તેનું ભટકવું, યુદ્ધવર્ણન, વિવાહવર્ણન, પછી પોતાના નગરમાં તેનું પાછા ફરવું વગેરેનું વર્ણન (૬ સર્ગ); અજિતસેનને લોકોત્તર ઐશ્વર્યની પ્રાપ્તિ, રાજ્યાભિષેક, દિગ્વિજયયાત્રા આદિનું વર્ણન (૭ સર્ગ) કરવામાં આવ્યું છે. ત્યાર પછી વસન્ત, ઉપવનવિહાર, જલકેલિ, સંધ્યા, ચન્દ્રોદય, રાત્રિક્રીડા, નિશાવસાનનાં વર્ણનો આવે છે (૮-૧૦ સર્ગ), અજિતસેન રાજાનું સભામાં આવવું, ગજક્રીડા જોવી, ગજ દ્વારા એક વ્યક્તિનું મૃત્યુ થતું દેખી વૈરાગ્ય થવો, તપસ્યા કરવી, મરીને અચ્યતેન્દ્ર થવું, પછી પદ્મનાભનો જન્મ (પાંચમા ભવનો જીવ), પદ્મનાભનો પોતાના પૂર્વ ભવો અંગેના મુનિઉપદેશમાં સંદેહ, વનકેલિ ગજનું આવવું અને તેને વશ કરી લેવો (૧૧ સગ), પૃથ્વીપાલ રાજાના દૂતનું ગજ માટે આવવું અને તર્ક રજૂ કરવો, રાજાના ઈશારે યુવરાજની ઉક્તિપ્રયુક્તિઓ તથા મ–વિચારવર્ણન (૧૨ સગ), પૃથ્વીપાલ ઉપર આક્રમણ કરવા પ્રસ્થાન, રસ્તામાં આવતી નદી (૧૩ સર્ગ), મણિકૂટ પર્વત વગેરેનું તથા સેના સન્નિવેશનું વર્ણન, સેના સહિત પૃથ્વીપાલ રાજાનું આગમન (૧૪ સર્ગ), સંગ્રામ તથા પૃથ્વીપાલ રાજાનો વધ, શત્રુના કપાયેલા મસ્તકને જોઈ પદ્મનાભને થયેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org