________________
૪૮૦
આપ્યું છે પરંતુ કવિના પરિચય માટે કોઈ પ્રશસ્તિ નથી આપી. કિન્તુ હસ્તલિખિત પ્રતિઓમાં નિમ્નલિખિત એક શ્લોકની પ્રશસ્તિ મળે છે, તેમાંથી કવિનો બહુ જ થોડો પરિચય મળે છે :
જૈન કાવ્યસાહિત્ય
अहिच्छत्रपुरोत्पन्नप्राग्वाटकुलशालिनः ।
छाssस्य सुतश्चक्रे प्रबन्धं वाग्भटः कविः ॥
આ ઉપરથી જાણવા મળે છે કે નેમિનિર્વાણના કર્તા વાગ્ભટ છાહડના પુત્ર હતા તથા પ્રાગ્ધાટ અર્થાત્ પોરવાડ કુળના હતા અને અહિચ્છત્રપુરમાં જન્મ્યા હતા. તેમણે ન તો પોતાના કોઈ ગુરુ વગેરેનું નામ લખ્યું છે કે ન તો કોઈ અન્ય પરિચય આપ્યો છે. તેમણે પોતાના કોઈ પૂર્વવર્તી કવિ યા આચાર્યનું સ્મરણ પણ કર્યું નથી કે જેને આધારે તેમના સમય ઉપર પ્રકાશ પાડી શકાય. ગ્રન્થનું આંતિરક નિરીક્ષણ બતાવે છે કે વાગ્ભટ દિગંબર સંપ્રદાયના હતા. કાવ્યના પ્રારંભના મંગલાચરણમાં મલ્લિનાથ તીર્થંકરને ઈશ્વાકુવંશી રાજાના પુત્ર (શ્વેતાંબર સંપ્રદાયની જેમ પુત્રી નહીં) માન્યા છે તથા બીજા સર્ગમાં દિગંબરમાન્ય ૧૬ સ્વપ્રોનું વર્ણન છે. આ ઉપરથી તેમનું દિગંબર સંપ્રદાયના હોવું નિશ્ચિત છે. આ કાવ્ય ઉપર દિગંબર ભટ્ટા૨ક જ્ઞાનભૂષણની એક પંજિકા ટીકા મળે છે. બીજી કોઈ ટીકા મળી નથી.
આ કાવ્ય ઉપર માધના શિશુપાલવધની સ્પષ્ટ છાયા છે જે છઠ્ઠા સર્ગથી ૧૦મા સર્ગ સુધી જોઈ શકાય છે. કાવ્યની વિષયવસ્તુ ગુણભદ્રના ઉત્તરપુરાણમાંથી લીધી
૧. આરાના જૈન સિદ્ધાન્ત ભવનમાં સં. ૧૭૨૭, પૌષ કૃષ્ણા અષ્ટમી શુક્રવારે લખાયેલી હસ્તપ્રતમાં (જૈન હિતૈષી, ભાગ ૧૫, અંક ૩-૪, પૃ. ૭૯); શ્રવણબેલ્ગોલના સ્વ. પં. દૌ. જિનદાસ શાસ્ત્રીના પુસ્તકાલયમાં પ્રાપ્ત હસ્તપ્રતમાં (જૈન હિતૈષી, ભાગ ૧૧, અંક ૭-૮, પૃ. ૪૮૨); ગુલાલવાડી, મુંબઈના વીસપંથી જૈન મંદિરના ભંડારમાં આ કાવ્યની ત્રણ હસ્તપ્રતો (નં.૨૦, ૬૪, ૬૫)માં જે હસ્તપ્રતોને સ્વ. પં. નાથૂરામ પ્રેમીએ જોઈ હતી (જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૨૭ ઉપર ટિપ્પણ).
૨. અહિચ્છત્રપુર ઉત્તર પ્રદેશના જિલ્લા બરેલીનું રામનગર મનાય છે પરંતુ ગૌ. હીરાચન્દ્ર ઓઝા અનુસાર નાગોર (જોધપુર)નું પુરાણું નામ નાગપુર યા અહિચ્છત્રપુર હતું. કવિ વાગ્ભટ પ્રથમનું જન્મસ્થાન નાગોર જ હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org