________________
લલિત વાવય
४७८
સુરતવર્ણન (દસમો સર્ગ) કરીને માઘના શિશુપાલવધ અનુસાર મહાકાવ્યની પરંપરાનો નિર્વાહ કરતાં ૧૧મા સર્ગથી ફરી કથાક્રમને ચાલુ કર્યો છે. ચૈત્ર મહિનામાં રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી રૈવતક પર્વત ઉપર ક્રીડા કરવા આવે છે અને ત્યાં તે નેમિનાથને જોઈ કામવેદનાની પીડા અનુભવે છે. આ બાજુ સમુદ્રવિજયે યુવરાજ કૃષ્ણને નેમિના વિવાહ માટે રૂપવતી રાજીમતીનો હાથ માંગવા મોકલ્યા. કૃષ્ણ ઉગ્રસેન આગળ કન્યાદાન માટે પ્રસ્તાવ મૂક્યો. ઉગ્રસેને તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ જાણીને રાજીમતીને પરમ આનન્દ થયો. સ્વીકૃતિ મેળવી કૃષ્ણ પાછા આવ્યા (૧૧મો સર્ગ), વિવાહની તૈયારીઓ થઈ. નેમિનાથે બનીઠનીને રથ પર ચડી વિવાહ માટે પ્રસ્થાન કર્યું. રાજધાનીમાં મોટો ઉત્સવ ઉજવાયો. આ બાજુ રાજીમતીને પણ ખૂબ શણગારવામાં આવી. બન્ને પક્ષે આનન્દનો સાગર હેલે ચડ્યો. નેમિ ઉગ્રસેનના નગરે પહોંચ્યા (૧રમો સર્ગ). જેવા તે રથમાંથી ઉતરવા તૈયાર થયા કે તેમણે વિવાહયજ્ઞમાં બાંધેલાં પશુઓનો ચીત્કાર સાંભળ્યો. તેમણે આંખો પહોંળી કરી નજીકની વાડીને જોઈ જેમાં પશુઓ કરુણ ક્રન્દન કરતા હતા. તેમણે પોતાના સારથિને પૂછ્યું કે એક સાથે બાંધેલાં આટલાં બધાં પશુઓનું શું પ્રયોજન છે ? સારથિએ કહ્યું કે આપના વિવાહમાં આવેલા મહેમાનો માટે વિશિષ્ટ ભોજન બનાવવા આ પશુઓની “વસા'નો ઉપયોગ થશે. આ સાંભળતાં જ નેમિને ભવાન્તરની સ્મૃતિ થઈ અને તે આવેલા સગાસંબંધીઓની અભિલાષા વિરુદ્ધ બોલ્યા કે હું આ પરિગ્રહ (વિવાહ) નહીં કરું અને પરમાર્થસિદ્ધિ માટે પ્રયત્ન કરીશ. તેમણે હિંસાના ભયાવહ રૂપને લોકો આગળ રજૂ કરી પોતાનાં પૂર્વજન્મોનું વર્ણન કર્યું (૧૩મો સર્ગ). તેમણે બધો વૈભવ છોડી રૈવતક (ગિરનાર) પર્વત ઉપર જઈ મુનિવ્રત ગ્રહણ કરી લીધું અને ઘોર તપસ્યા કરી, તેના ફળરૂપે તેમને કેવળજ્ઞાન (પૂર્ણ જ્ઞાન) થયું (૧૪મો સર્ગ). ત્યાર પછી ભવ્ય જીવોના કલ્યાણ માટે સમવસરણ સભામાં ઉપદેશ દેવો શરૂ કર્યો. રાજીમતીએ પણ જૈની દીક્ષા લઈને પોતાનાં કર્મબંધનો કાપ્યાં (૧૫.૮૭). અનેક વ્યક્તિઓએ મુનિવ્રત અંગીકાર કરી લીધું અને કેટલીકે શ્રાવકવ્રત.
સામાન્યપણે કાવ્યનું પ્રયોજન અનુરાગની શિક્ષા આપવાનું છે પરંતુ જૈન કાવ્યોમાં આ વાત પૂર્ણપણે ચરિતાર્થ થતી નથી. આ કાવ્ય અનુરક્તિમાંથી વિરક્તિ તરફ જવાની શિક્ષા આપે છે.
કર્તા અને રચનાકાલ - નિર્ણયસાગર પ્રેસ, મુંબઈની કાવ્યમાલામાં પ્રકાશિત નેમિનિર્વાણકાવ્યમાં સર્વાન્ત આપેલી પંક્તિઓમાં આ કાવ્યના કર્તાનું નામ વાભટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org