________________
લલિત વાય
૪૭૭
પ્રદ્યુમ્નચરિત ઉપર લખાયેલી રચનાઓની તાલિકા અનુસાર કહી શકાય કે આને સૌપ્રથમ સ્વતંત્ર ચરિત અને કાવ્ય તરીકે રજૂ કરવાનું શ્રેય મહાસેનાચાર્યને
છે.
કાલક્રમથી સંસ્કૃતમાં પ્રદ્યુમ્નચરિત ઉપર બીજી રચના સકલકીર્તિ ભટ્ટાચાર્યે (૧૫મી સદી) કરી હોવાનો ઉલ્લેખ મળે છે.' નેમિનિર્વાણમહાકાવ્ય
આ કાવ્યમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું જીવનવૃત્ત આલેખાયું છે. તેમાં પંદર સર્ગ છે. પ્રત્યેક સર્ગની સમાપ્તિમાં આવતા વાક્યમાં તેને “મહાકાવ્ય' કહેવામાં આવેલ છે. તેમાં ક્રમશ: પહેલાથી પંદરમા સર્ગ સુધી ૮૩ + ૬૦ + ૪૦ + ૬૨ + ૭૨ + ૫૧ + ૫૫ + ૮૦ + ૫૭ + ૪૬ + ૫૮ + ૭૦ + ૮૪ + ૪૮ + ૮૫ = કુલ ૯૫૮ શ્લોકો છે. નાગોરના શાસ્ત્રભંડારમાં આ કાવ્યની ચાર હસ્તપ્રત છે. આ હસ્તપ્રતોમાં ૧૩મા સર્ગમાં ૮૫ શ્લોક અને અગ્નિમમાં ૮૮ શ્લોક છે. તેથી કુલ મળીને ૯૬૨ શ્લોકો થાય છે. તેરમા સર્ગમાં નેમિનાથના પૂર્વભવોનું વર્ણન છે અને બાકીના સર્ગોમાં વર્તમાન ભવ અને તેની સાથે સંબંધ ધરાવતી અન્ય વાતોનું.
કાવ્યની ભાષા સરળ હોવાની સાથે સાથે અત્યન્ત સરસ છે. વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં પ્રસ્તુત કાવ્યના કર્તા અતિ કુશળ છે. સાતમા સર્ગમાં આર્યા, શશિવદના, બબૂક, વિદ્યુમ્નાલા, શિખરિણી, પ્રમાણિકા, માધભંગ, હંસરુત, રુકમવતી, મત્તા, માલિની, મણિરંગ, રથોદ્ધતા, હરિણી, ઈન્દ્રવજા, પૃથ્વી, ભુજંગપ્રયાત, ઐશ્વરા, રુચિરા, મન્દાક્રાન્તા, વંશસ્થ, અમિતાક્ષરા, કુસુમવિચિત્રા, પ્રિયંવદા, શાલિની, મૌક્તિકધામ, તામરસ, તોટક, ચન્દ્રિકા, મંજુભાષિણી, મત્તમયૂર, નદિની, અશોકમાલિની, સગ્વિણી, શરમાલા, અશ્રુત, શશિકલિકા, સોમરાજી, ચંડવૃષ્ટિ, દ્વતવિલંબિત, પ્રહરણ કલિકા, ભ્રમરવિલાસિતા અને વસન્તતિલકા છે. આ છંદોમાં અનેક છંદો એવા છે જેની જાણકારી વૃત્તરત્નાકર'ના પ્રણેતા કેદારભટ્ટને પણ નહતી. આ છંદોમાં કેટલાક એવા પણ છે જેમનો પ્રયોગ કાલિદાસ, ભારવિ, માઘ તથા ઉત્તરકાલીન વીરનદિ અને હરિચ વગેરે પ્રસિદ્ધ
૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૪ ૨. કાવ્યમાલા, પદ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૬ 3. સંખ્યા ૨૧, ૯૯, ૧૦૭ અને ૨૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org