________________
પ્રકરણ ૫
લલિત વાડ્મય
આ પ્રકરણમાં શાસ્ત્રીય મહાકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પૂ, દૂતકાવ્ય, નાટક વગેરે (અલંકાર અને રસ શૈલીમાં સર્જવામાં આવેલ) સાહિત્યનો સમાવેશ થાય છે.
શાસ્ત્રીય મહાકાવ્યના ત્રણ વર્ગો છે – રીતિમુક્ત, રીતિબદ્ધ અને શાસ્ત્રકાવ્યબહ્વર્થકકાવ્ય. આ ત્રણ વર્ગોનો પરિચય આપણે પ્રાસ્તાવિકમાંથી કરી લીધો છે. જૈન કવિઓએ પ્રાકૃતમાં કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય મહાકાવ્યની રચના કરી નથી. સંસ્કૃતમાં આ પ્રકારનાં કાવ્યોની સંખ્યા બહુ જ ઓછી છે. તે કાં તો પ્રાયઃ ભારવિ, માથ આદિનાં મહાકાવ્યોનું અનુકરણ કરીને રચાયેલાં, રીતિબદ્ધ મહાકાવ્યોના વર્ગમાં મળે છે કાં તો ભિટ્ટમહાકાવ્ય આદિનું અનુકરણ કરીને રચાયેલાં, શાસ્રકાવ્ય અને બહ્રર્થકકાવ્યોના વર્ગમાં મળે છે. આ મહાકાવ્યોમાં નિમ્નલિખિત વિશેષતાઓ જણાય છે.
(૧) તેમની રચનામાં લક્ષણગ્રન્થોમાં પ્રાપ્ત મહાકાવ્યસંબંધી નિયમોનું અધિકાંશ પાલન થયું છે.
(૨) ભાવિ, માઘ તથા શ્રીહર્ષ વગેરેનાં મહાકાવ્યોના આદર્શને અનુસરીને તેમની કથાવસ્તુ અત્યન્ત સ્વલ્પ રાખવામાં આવી છે પરંતુ વસ્તુવ્યાપારનો અનાવશ્યક વિસ્તાર ક૨વામાં આવ્યો છે. પ્રાકૃતિક વર્ણનોના બાહુલ્યને કારણે તેમનું કથાનક શિથિલ લાગે છે.
(૩) તેમનામાં ઠેકઠેકાણે કવિએ પાંડિત્યપ્રદર્શન, વાક્ચાતુરી અને કલ્પનાવૈભવ દેખાડવાની ચેષ્ટા કરી છે.
(૪) તેમની ભાષા કિરાતાર્જુનીય, શિશુપાલવધ આદિને આદર્શ માનીને ચાલે છે. તેથી ભાષાશૈલી ઉદાત્ત, પ્રૌઢ અને ક્યાંક ક્યાંક દુર્બોધ બની ગઈ છે. તેમનામાં રસ, અલંકાર અને છંદોયોજના ઉપર બહુ જ જોર દેવામાં આવ્યું છે. રસોમાં શૃંગાર, વીર અને શાન્તને પ્રધાનતા દેવામાં આવી છે. અન્ય રસોનું ચિત્રણ ગૌણપણે કરવામાં આવ્યું છે. અલંકારોમાં શબ્દાલંકાર તથા ચિત્રકાવ્યોની શ્રમસાધ્ય યોજના ઉલ્લેખનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org