________________
૪૭૪
સંગૃહીત છે, તેમાં અનેક શ્મશાનલેખ અને સતીલેખ પણ આવી ગયા છે. તેની ભૂમિકા, પ્રાકથન અને પરિશિષ્ટ વગેરે અત્યન્ત મહત્ત્વનાં છે. નાહટાજીએ પોતાના ‘વક્તવ્ય’ શીર્ષકવાળા લેખમાં આજ સુધી સંકલિત કરવામાં આવેલા પરંતુ અપ્રકાશિત અનેક લેખોની માહિતી આપી છે, તેથી પ્રતિમાલેખોની સંખ્યા કેટલી વિશાળ છે તે જાણવા મળે છે. પં. લક્ષ્મણભાઈ ભોજકે તૈયાર કરેલો ‘પાટણજૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ’ બી. એલ. ઈન્સ્ટીટ્યૂટ દિલ્હીથી પ્રકાશિત થયો છે.
દિગંબર જૈન પ્રતિમાલેખોના પણ કેટલાક સંગ્રહો ઉલ્લેખનીય છે, જેમકે શ્રી છોટેલાલ જૈને સં. ૧૯૭૯માં જૈન પ્રતિમા યંત્રસંગ્રહ પ્રકાશિત કર્યો છે. સં. ૧૯૯૪માં કામતાપ્રસાદ જૈને પ્રતિમાલેખસંગ્રહમાં મૈનપુરીની પ્રતિમાઓના લેખો પ્રકાશિત કર્યા છે. આ જ રીતે શાન્તિકુમાર ઠવલીએ નાગપુર પ્રતિમાલેખસંગ્રહમાં ૪૯૭ પ્રતિમાઓના લેખોનો સંગ્રહ જૈન શિલાલેખ સંગ્રહ ચતુર્થ ભાગના પરિશિષ્ટ ૩માં પ્રકાશિત કરેલ છે. ડૉ. વિદ્યાધર જોહરાપુરકરના ભટ્ટારક સંપ્રદાયમાં પણ અનેક પ્રતિમાલેખોનો સંગ્રહ આવી ગયો છે.
૧. જૈન સિદ્ધાન્ત ભવન, આરા.
જૈન કાવ્યસાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org