________________
ઐતિહાસિક સાહિત્ય
४७३
અસ્તિત્વને દર્શાવવા માટે “દેવીચન્દ્રગુપ્ત' નાટક અને કેટલાક તાંબાના સિક્કા મળ્યા હતા પરંતુ તેમના અસ્તિત્વનો અંતિમ નિર્ણય તો જૈન મૂર્તિઓના લેખોથી જ થઈ શક્યો છે. ગયા વર્ષે ગુપ્તકાળની ત્રણ જૈન મૂર્તિઓ વિદિશાના (મધ્ય પ્રદેશ) વેશનગરની નજીકના ગામ દુર્જનપુરમાં બુલડોઝરથી જમીન સાફ કરતાં મળી છે, તે મૂર્તિઓ ઉપર ગુપ્તકાલીન લિપિમાં મહારાજાધિરાજ રામગુપ્ત’ એવું સ્પષ્ટપણે લખેલું લખાણ મળ્યું છે. ગુપ્તકાળમાં પિત્તળ આદિ ધાતુઓ દ્વારા પ્રતિમાઓનું નિર્માણ કરવાની કલાનો જૈનોએ વિકાસ કર્યો હતો અને મુગલકાળ આવતાં આવતાં તો તેનો પ્રસાર પ્રચુર માત્રામાં થઈ ગયો હતો. તેનું પ્રધાન કારણ એ હતું કે મુસલમાન મૂર્તિભંજક હતા અને પાષાણમૂર્તિઓનો સહેલાઈથી નાશ થઈ શકતો હતો જયારે ધાતુપ્રતિમાઓનો એટલી સહેલાઈથી નાશ થઈ શકતો ન હતો.
પ્રતિમાલેખોના મહત્ત્વને સમજીને આજ સુધીમાં અનેક પ્રતિમાલેખસંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ સન્ ૧૯૧૭ અને ૧૯૨૪માં શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહના બે ભાગોમાં ૨૬૮૩ પ્રતિમાલેખ પ્રકાશિત કરાવ્યા છે. વિજયધર્મસૂરિના ઉપરિનિર્દિષ્ટ પ્રાચીન જૈન લેખસંગ્રહમાં પણ અધિકાંશ પ્રતિમાલેખો જ છે. સ્વ. પૂરણચન્દ્ર નાહરના પ્રાચીન જૈન લેખસંગ્રહના ત્રણ ભાગોમાં પ્રાયઃ પ્રતિમાલેખો જ અધિક છે; બીજા અને ત્રીજા ભાગમાં તો બીકાનેર અને જેસલમેરના જ પ્રતિમાલેખોનો સંગ્રહ છે, આ પ્રતિમાલેખોની સંખ્યા ૧૫૦૦થી વધુ છે. મુનિ જયન્તવિજયના આબૂના લેખસંગ્રહોમાં પણ પ્રાયઃ હજારો પ્રતિમાલેખો સંકલિત છે. આચાર્ય વિજયયતીન્દ્રસૂરિ “યતીન્દ્ર વિહાર દિગ્દર્શન'ના ચારે ભાગોમાં અનેક પ્રતિમાલેખો સંગૃહીત છે. મુનિ કાન્તિસાગરે સંપાદિત કરેલા “જૈન ધાતુપ્રતિમાલેખમાં ૩૬૯ પ્રતિમાલેખ સંવતક્રમથી સં. ૧૦૮૦થી ૧૯૫૨ સુધીના છે. પરિશિષ્ટમાં શત્રુંજય તીર્થસંબંધી દૈનંદિની પણ છાપી છે. સન્ ૧૯૫૩માં ઉપાધ્યાય મુનિ વિનયસાગરે સંવતના અનુક્રમ મુજબ ૧૨૦૦ લેખોનો સંગ્રહ
પ્રતિષ્ઠાલેખસંગ્રહ' નામથી પ્રકાશિત કર્યો છે, તેમાં સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા લખી છે. તેની પ્રધાન વિશેષતા શ્રાવકશ્રાવિકાઓનાં નામો છે. આજ સુધી સૌથી મોટો પ્રતિમાલેખસંગ્રહ શ્રી અગરચન્દ્રજી નાહટાનો ‘બીકાનેર લેખસંગ્રહ છે, તેમાં બીકાનેર અને જેસલમેર પ્રદેશોના ૩૦૦૦ પ્રતિમાલેખો
૧. અધ્યાત્મપ્રસારક મંડળ, પાદરા ૨. યતીન્દ્ર સાહિત્યસદન, ખુડાલા ૩. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત ૪. નાહટા બ્રધર્સ, ૪ જગમોહન મલ્લિક લેન, કલકત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org