________________
૪૭૨
જૈન કાવ્યસાહિત્ય
છે. સલેખ પ્રસ્તરમૂર્તિઓની સંખ્યા જો સેંકડો હોય તો સલેખ ધાતુમૂર્તિઓની સંખ્યા હજારો હશે. ૧૦મી સદી પછીની બહુ જ ઓછી એવી ધાતુમૂર્તિઓ હશે જે સલેખ નહીં હોય.
આજ સુધી પ્રાપ્ત સૌથી પ્રાચીન પ્રતિમા લોહાનીપુર પટનાની છે, તે પાષાણની છે. જો કે તેના ઉપર કોઈ લેખ નથી પરંતુ વિશિષ્ટ પાલિશ અને ચમકના આધારે તેનો સમય મૌર્યકાલીન (ઈ.સ.પૂર્વે ૩૦૦) મનાયો છે. મથુરાથી જૈનોની અનેક મૂર્તિઓ મળી છે જે મુખ્ય ત્રણ વર્ગોમાં વહેંચી શકાય તીર્થંકરપ્રતિમાઓ, દેવીઓની મૂર્તિઓ અને આયાગપટ્ટ. તેમના ઉપર ઉત્કીર્ણ લગભગ સો લેખોમાંથી આપણને ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતી બહુ જ સામગ્રી મળે છે. તેમનામાં ઉલિખિત શક અને કુશાણ રાજાઓનાં નામ તથા તિથિઓ ઉપરથી આપણને તેમના ક્રમિક ઈતિહાસ તથા રાજ્યકાળની અવધિની જાણકારી મળે છે. સામાજિક ઈતિહાસની દૃષ્ટિએ પણ આ લેખ ઘણા મહત્ત્વના છે. તેમનામાં ગણિકા, નર્તકી, લુહાર, ગન્ધિક, સોની, ગ્રામિક, શ્રેષ્ઠી વગેરે જાતિઓ તથા વર્ગના લોકોનાં નામ મળે છે જેમણે મૂર્તિ વગેરેનાં નિર્માણ, પ્રતિષ્ઠા અને દાન કાર્યો કર્યાં હતાં. આમ જાણવા મળે છે કે બે હજાર વર્ષ પહેલાં જૈનસંઘમાં બધા વ્યવસાયના લોકો બરાબરીથી ધર્મારાધન કરતા હતા. અધિકાંશ લેખોમાં દાતાવર્ગના રૂપમાં સ્ત્રીઓની પ્રધાનતા હતી જે ઘણા ગર્વથી પોતાના પુણ્યમાં ભાગીદાર પોતાના આત્મીયોને બનાવતી હતી. આ લેખોમાંથી એક વધુ મહત્ત્વની વાત સૂચિત થાય છે કે તે સમયે લોકો વ્યક્તિવાચક નામની સાથે માતાનું નામ જોડતા હતા, જેમકે મોગલિપુત્ર, કૌશિકીપુત્ર વગેરે.
જૈનધર્મના પ્રાચીન ઈતિહાસની દૃષ્ટિએ મથુરાના આ લેખ ઘણા જ મહત્ત્વના છે. આ લેખોમાં મૂર્તિઓના સંસ્થાપકોએ કેવળ પોતાનું જ નામ ઉત્કીર્ણ કરાવ્યું નથી પરંતુ પોતાના ગુરુઓનું નામ પણ ઉત્કીર્ણ કરાવ્યું છે કે જેમના સંપ્રદાયના પોતે હતા. લેખોમાં અનેક ગણો, કુલો અને શાખાઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે જે જૈનાગમ, કલ્પસૂત્ર અને નદિસૂત્રની પટ્ટાવલીમાં મળે છે. તે સમયે ગણો આદિના અસ્તિત્વથી તે મહાન યુગનું, તેના જીવનની ગતિવિધિનું તથા સાથે સાથે સંપ્રદાયોની પરંપરાને સુરક્ષિત રાખવામાં લેવાયેલી વિશેષ સાવધાનીનું અનુમાન આપણે કરી શકીએ છીએ. | ગુપ્તકાળમાં આપણને જૈનમૂર્તિઓનાં કેવળ ઉચ્ચતમ ઉદાહરણ જ નથી મળતાં પરંતુ તે મૂર્તિઓએ તો તે કાળના ઈતિહાસની જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો પણ આપ્યો છે. ઈતિહાસકારોમાં મહારાજાધિરાજ રામગુપ્તના સંબંધમાં છેલ્લા ૫૦ વર્ષોથી સારો એવો વાદવિવાદ ચાલી રહ્યો હતો. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org