________________
ઐતિહાસિક સાહિત્ય
૪૭૧
ચોથા ભાગના રૂપમાં સન્ ૧૯૬૧માં પ્રકાશિત કરાવ્યો. આમ ૧૬૮૯ દિગંબર જૈન શિલાલેખો ઉક્ત ચાર ભાગોમાં પ્રકાશિત થઈ ગયા છે. આ ચાર ભાગોમાંથી પ્રથમ ભાગમાં ડૉ. હીરાલાલ જૈને લખેલી ૧૬૨ પૃષ્ઠની, ત્રીજા ભાગમાં ડો. ગુલાબચંદ્ર ચૌધરીએ લખેલી ૧૭૩ પૃષ્ઠની અને ચોથા ભાગમાં ડૉ. વિદ્યાધર જોહરાપુરકરે લખેલી ૩૩ પૃષ્ઠની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ છે.
શ્રવણબેલગોલાના શિલાલેખોના સંગ્રહની (જૈન શિ.સં.ભાગ ૧) જેમ જ આબુના ૬૬૪ લેખોનો સંગ્રહ “અબુંદ પ્રાચીન લેખસંદોહ” નામથી સ્વ. મુનિ જયન્તવિજયજીએ સં. ૧૯૯૪માં પ્રકાશિત કરાવ્યો છે. ઉક્ત મુનિજીએ સં. ૨૦૦પમાં આબૂ પ્રદેશના ૯૯ ગામોના ૬૪૫ લેખોનો સંગ્રહ “અર્બુદાચલ પ્રદક્ષિણા લેખસંગ્રહ' નામે પ્રકાશિત કર્યો છે. અન્ય લેખસંગ્રહોમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સંપાદિત કરેલો “પ્રાચીન જૈન લેખસંગ્રહ ઉલ્લેખનીય છે, તે સન્ ૧૯૨૯માં પ્રકાશિત થયો છે. તેમાં સં. ૧૧૨૩થી ૧૫૪૭ સુધીના પ00 શ્વેતાંબર સંપ્રદાયના લેખોનો સંગ્રહ છે. પ્રતિમા યા મૂર્તિલેખસંગ્રહ
ભારતના રાજનૈતિક અને વિશેષતઃ સંઘીય ઈતિહાસને જાણવા માટે પ્રતિમાલેખ મહત્ત્વપૂર્ણ સાધન છે. પુરાતત્ત્વ સાથે સંબંધ હોવાને કારણે આ સામગ્રી અત્યધિક વિશ્વસનીય મનાય છે. પ્રતિમાલેખોની ઐતિહાસિકતા એટલા માટે અધિક માનવામાં આવે છે કેમ કે તેમના ઉપર કિંવદત્તિઓ અને અતિશયોક્તિઓનો પ્રભાવ વધુ પડ્યો નથી કારણ કે ત્યાં લખવાની જગા ઓછી હોવાથી મુખ્ય મુખ્ય વાતોનો જ ઉલ્લેખ થાય છે. હસ્તલિખિત ગ્રન્થોમાં જે સ્થાન પુષ્મિકાઓનું છે તે જ સ્થાન મૂર્તિઓ ઉપરના પ્રતિમાલેખોનું છે.
ભારતમાં જેટલા પ્રતિમાલેખો જૈન સમાજમાં મળે છે તેટલા ભાગ્યે જ કોઈ અન્ય સમાજમાં મળતા હશે.
સુવિધા માટે આપણે પ્રતિમાઓ કે મૂર્તિઓને બે વર્ગોમાં વહેંચી શકીએ – પ્રસ્તર યા પાષાણમૂર્તિ અને ધાતુમૂર્તિ. ધાતુમૂર્તિઓની સંખ્યા અપેક્ષાકૃત અધિક
૧. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી પ્રકાશિત ૨-૩ યશોવિજય જૈન ગ્રન્થમાલા, ભાવનગર ૪, ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org