________________
ઐતિહાસિક સાહિત્ય
ભારતના અનેક સ્થાનોમાંથી પ્રાકૃતમાં લેખો મળ્યા છે, તેમાં શત્રુંજયમાંથી જ લગભગ ૫૦ અને બાકીના આબૂ, પાટણ, સિક્રા અને માંડવીમાંથી મળ્યા છે.
જૈન વિદ્વાનોએ આ બધા લેખ ધર્માનુરાગવશ જ નથી લખ્યા પરંતુ ઈતિહાસપ્રિયતાથી પણ લખ્યા છે. તેમણે તેમાંથી અનેક લેખોની રચના પોતાના ધર્મસ્થાનો અને સંપ્રદાયના ઉપયોગ માટે નથી કરી પરંતુ અન્ય ધર્મ અને સંપ્રદાયના ઉપયોગ માટે કરી છે. આપણને એવા અનેક લેખ મળે છે જેમને જૈન વિદ્વાનોએ ઈતર સંપ્રદાયનાં મંદિરો યા સ્થાનો માટે બનાવ્યા છે. ઉદાહરણ તરીકે દિગંબર રામકીર્તિએ ચિત્તોડગઢ પ્રશસ્તિ (૧૧૫૦ ઈ.સ.) અહીંના મોકલજી મંદિર માટે, બૃહદ્ગચ્છના જયમંગલસૂરિકૃત સુન્ધાદ્રિ લેખ ચામુંડાદેવીના મંદિર માટે, યશોદેવ દિગંબરે ગ્વાલિયરના સાસુવહુ' મંદિર માટે તથા રત્નપ્રભસૂરિએ ગુહલોતોના ઘાઘસા અને ચિર્વાના વિષ્ણુપ મંદિર માટે લેખો લખ્યા હતા. અહીં એ ન સમજવું જોઈએ કે તે લેખો તે સ્થાનોમાં જૈનો પાસેથી છીનવીને લઈ જવાયા હતા. પરંતુ તેથી ઊલટું તે લેખો વિશેષતઃ તે સ્થાનો માટે જ જૈનાચાર્યોએ લખ્યા હતા કારણ કે તે લેખોના અંતે જૈનાચાર્યનું નામ, તેમની ગુરુપરંપરા, ગુણ, ગચ્છ સિવાય આપણને એવું કંઈ મળતું નથી જે જૈનો સાથે સંબંધ ધરાવતું હોય. એટલે સુધી કે મંગલાચરણનાં પદ્ય પણ અજૈન દેવીદેવતાઓના મંગલાચરણથી શરૂ થાય છે. હા, કેટલાકમાં ૐ સર્વજ્ઞાય નમઃ, પદ્મનાથાય નમઃ વગેરેથી પ્રારંભ થયો છે. આ લેખ નિશ્ચિતપણે જૈનાચાર્યોની ઉદારતા અને હૃદયની વિશાલતાને સૂચિત કરે
છે.
૪૬૯
સૌથી વધારે જૈન શિલાલેખ દક્ષિણ ભારતમાં સચવાયેલા મળ્યા છે. પાશ્ચાત્ય વિદ્વાનો ઈ.હુલ્સ, જે.એફ.લીટ, લુઈ રાઈસ વગેરેએ સાઉથ ઈન્ડિયન ઈન્સ્ક્રિપ્શન્સ, ઈન્ડિયન એન્ટીક્વેરી, એપિગ્રાફિયા કર્ણાટિકા વગેરે ગ્રન્થોમાં ત્યાંના હજારો લેખોનો સંગ્રહ કર્યો છે. આ લેખો પાષાણપટ્ટો અને તામ્રપત્રો ઉપર સંસ્કૃત અને
૧. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૨, પૃ. ૪૨૧; હિસ્ટોરિકલ ઈન્ક્રિપ્શન્સ ઑફ ગુજરાત, ભાગ ૨, સંખ્યા ૧૪૬.
૨. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૯, પૃ. ૭૦-૭૭; જૈન લેખસંગ્રહ (નાહર), ભાગ ૧, સંખ્યા ૯૦૩.
૩. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૫, પૃ. ૩૩-૪૬.
૪. રાજપૂતાના મ્યુઝિયમ રિપોર્ટ, ૧૯૨૭, પૃ.૩. ૫. વિયેના ઓરિએન્ટલ જર્નલ, ભાગ ૨૧. પૃ. ૧૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org