________________
જૈન કાવ્યસાહિત્ય
અન્ય લેખોમાં મલ્લિણ પ્રશસ્તિ, સૂદી, મદનૂર, કુલચુમ્બરૂ અને લક્ષ્મશ્વર વગેરેમાંથી મળેલા લેખો સંસ્કૃત પદ્ય અને ગદ્ય કાવ્યોનાં સરસ ઉદાહરણ છે. ઉત્તર ભારતના અધિકાંશ જૈન લેખ કેટલાક અપવાદ સાથે વિશુદ્ધ સંસ્કૃતમાં જ રચવામાં આવ્યાં
છે.
૪૬૮
પ્રાકૃત ભાષામાં જેટલા પણ અભિલેખ મળ્યા છે તેમાં સૌથી પ્રાચીન એક જૈન લેખ મળ્યો છે, તે અજમેરથી ૨૨ માઈલ દૂર બારલી (વડલી) નામના ગામમાંથી એક પાષાણસ્તંભ ઉપર ૪ લઘુપંક્તિઓમાં ઉત્કીર્ણ મળ્યો છે. તેને વાંચી સ્વ. ગૌરીશકંર હી. ઓઝાએ બતાવ્યું છે કે તેમાં વીર નિ.સં.૮૪ લખ્યું છે. ઉક્ત લેખની લિપિ પણ અશોક પહેલાંની મનાઈ છે. તે પછી અશોકના લેખો પછી આપણને ઓરિસામાંથી હાથીગુંફાનો શિલાલેખ રાજા ખારવેલ અને તેના પરિવારનો મળે છે. તે પછી મથુરા અને પભોસામાંથી મળેલ જૈન લેખો પ્રાકૃતમાં જ છે. મથુરાના કેટલાક લેખો સંસ્કૃતમિશ્ર પ્રાકૃતમાં અને કેટલાક સંસ્કૃતમાં છે. તેના બહુ સમય પછી ગૂર્જર પ્રતિહારની જોધપુર શાખાનો એક લેખ ઘટિયાલમાંથી (વિ.સં.૯૧૮) મહારાષ્ટ્રી પ્રાકૃતમાં મળ્યો છે. પછી ૧૪-૧૮મી સદી સુધી પશ્ચિમ
૧. અનેક પ્રાચીન જૈન ગ્રન્થોમાં એ જાતના ઉલ્લેખો મળે છે કે વીર નિર્વાણના આટલા વર્ષો પછી અમુક કાર્ય થયું અને આટલા વર્ષ પછી અમુક રાજા યા આચાર્ય થયા વગેરે, તેથી ઉક્ત લેખમાં વી.નિ.સં.નો ઉલ્લેખ શંકાનો વિષય ન હોવો જોઈએ.
૨. આ લેખ સન્ ૧૮૨૭ કે તે પહેલાં સ્ટલિંગ મહોદયને મળ્યો હતો. ત્યાર પછી તેની નકલ બનાવવામાં અને તેને ઉકેલવામાં ઉચ્ચ કોટિના અનેક વિદ્વાનોએ અથાક પરિશ્રમ કર્યો. તેમાં જેમ્સ પ્રિન્સેપ, જનરલ કનિંઘામ, રાજેન્દ્રલાલ મિત્ર, ભગવાનલાલ ઈન્દ્રજી, રાખાલદાસ બેનર્જી, કાશીપ્રસાદ જાયસ્વાલ, વેણીમાધવ બરુઆ, શશિકાન્ત જૈન વગેરે ઉલ્લેખનીય છે.
૩. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૧-૨; ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૩; જૈન શિલાલેખસંગ્રહ, ભાગ ૨; જૈન હિતૈષી, ભાગ ૧૦, ૧૩; જૈન સિદ્ધાન્ત ભાસ્કર પત્રિકામાં અનેક લેખ; પ્રેમી અભિનન્દન ગ્રન્થ અને વર્ણી અભિનન્દન ગ્રન્થમાં અનેક લેખ. ૪. જર્નલ ઑફ રોયલ એશિયાટિક સોસાયટી, ૧૮૯૬, પૃ. ૫૧૩ વગેરે; જૈન લેખસંગ્રહ (નાહ૨), ભાગ ૧, સંખ્યા ૯૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org