________________
૪૬૬
જેન કાવ્યસાહિત્ય
ઓછી અસર થઈ શકી છે. તેમની અંદર સરળતાથી કોઈ પણ પ્રકારના સંશોધન અને પરિવર્તનને અવકાશ નથી અને જે કરવામાં આવે, જેમકે રાષ્ટ્રકૂટ તામ્રપત્રોમાં બહુધા જોવા મળે છે, તો તરત જ પકડાઈ જાય છે.
અભિલેખોમાં પ્રાયઃ સમકાલીન ઘટનાઓનો ઉલ્લેખ થતો હોવાથી તેમની પ્રામાણિકતામાં સંદેહ થતો નથી. ભારતીય ઈતિહાસની અનેક સમસ્યાઓને ઉકેલવામાં આ લેખો બહુ જ મદદરૂપ થયા છે, જયાં સાહિત્ય ચૂપ છે યા બહુ ઓછો પ્રકાશ નાંખે છે ત્યાં આ લેખો આપણને નિશ્ચયાત્મક માહિતી આપે છે. અહીં અમે જૈન અભિલેખ સાહિત્યની કેટલીક વિશેષતાઓ જણાવીએ છીએ.
જૈન અભિલેખસાહિત્ય વિવિધ માધ્યમો ઉપર ઉત્કીર્ણ થયેલું મળે છે, જેવાં કે શિલા, શિલાનિર્મિત મંદિર, સ્તંભ, ગુફા, પાષાણ, ધાતુપ્રતિમા, ચરણ, દેવલી, સ્મારક, શય્યાપટ, તામ્રપટ અને યંત્ર વગેરે ઉપર ઉત્કીર્ણ થયેલું મળે છે પરંતુ કેટલાક લેખ દીવાલો અને કાષ્ઠપટ્ટિકાઓ ઉપર કાળી શાહીથી લખેલા મળ્યા છે જે ૫૫૦ વર્ષ જેટલા જૂના છે. કાળી શાહીના અક્ષરો પાષાણ ઉપર જેમના તેમ આટલા વર્ષો સુધી રહેવા એ આશ્ચર્યની વાત છે. આ લેખ આજ સુધી વિદ્યમાન રહીને પ્રાચીન શાહીના ટકાઉપણાના જ સાક્ષી બની રહ્યા છે. આવી જ રીતે પુસ્તકના પરિવેઝન ઉપર સોયથી ગૂંથેલા પણ જૈન લેખ (બીકાનેરથી) મળ્યા છે. તેવી જ રીતે બુહલરને રેશમ ઉપર શાહીથી છાપેલો ગ્રન્થ અને પિટર્સનને કપડા ઉપર શાહીથી છાપેલો ગ્રન્થ મળ્યો છે પરંતુ સોયથી ગૂંથેલો લેખ એક નવીનતા જણાય છે. - જૈન અભિલેખોની પ્રકૃતિ સમજવા માટે તેમનું આપણે અનેક દૃષ્ટિએ વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમકે ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના યા પશ્ચિમ ભારતના લેખ, સમ્પ્રદાયના આધારે દિગંબર અને શ્વેતાંબર લેખ, વિસ્તૃત ષ્ટિકોણથી રાજનૈતિક અને ધાર્મિક લેખ. પરંતુ વાસ્તવમાં તેમના બે જ વર્ગો કરવા ઠીક છે : એક તો રાજનૈતિક જે શાસનપત્રોના રૂપમાં છે ત્યાં તો અધિકારીવર્ગ સાથે સંબંધ ધરાવે છે અને બીજો સાંસ્કૃતિક જે જનવર્ગ સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી રાજનૈતિક અને અધિકારી વર્ગ સાથે સંબંધ ધરાવતા લેખ પ્રાયઃ પ્રશસ્તિના રૂપમાં હોય છે. તેમનામાં રાજાઓની બિરદાવલીઓ, સામરિક વિજય, વંશપરિચય વગેરે સાથે મંદિર, મૂર્તિ યા મુનિ વગેરે માટે ભૂમિદાન, ગ્રામદાન વગેરેનું વર્ણન હોય છે. આ વર્ગના લેખોમાં કલિંગરાજ ખારવેલનો હાથીગુફા શિલાલેખ (પ્રથમ-દ્વિતીય ઈ.સ.પૂ.), રવિકીર્તિરચિત ચાલુક્ય પુલકેશિ દ્વિતીયનો શિલાલેખ (૬૩૪ ઈ.સ.), ઈક્નકનો ઘટિયાલ પ્રસ્તરલેખ (વિ.સં.૯૧૮), કવિ શ્રીપાલરચિત કુમારપાલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org