________________
જૈન કાવ્યસાહિત્ય
કર્યો છે. આ પ્રકારની કૃતિઓમાં વિનયવિજયકૃત ઈન્દુદૂત', વિજયામૃતસૂરિકૃત મયૂરદૂત, મેઘવિજયકૃત મેઘદૂત – સમસ્યાલેખ તથા ચેતોદૂત છે.
કેટલીક વિજ્ઞપ્તિઓનો અહીં સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ :
સંસ્કૃત કાવ્યના રૂપમાં સૌથી પ્રાચીન વિજ્ઞપિત્ર" સં. ૧૪૬૬નું મળ્યું છે, તે ૧૦૮ હાથ લાંબું છે. તેનું બીજું નામ “ત્રિદશતરંગિણી છે. તેને મુનિસુન્દરસૂરિએ પોતાના ગુરુ દેવસુન્દરસૂરિ ઉપર લખ્યું હતું. તેના એક ભાગમાં તપાગચ્છની ગુર્નાવલિ પણ છે. તેનું વર્ણન અમે પહેલાં આપી દીધું છે.
વિજ્ઞપ્તિ ત્રિવેણીનામનું એક વિજ્ઞપ્તિપત્ર સં. ૧૪૮૪માં જયસાગરગણિએ લખ્યું છે. તેમાં સિન્ધદેશના મલિવાહનપુરથી કવિએ અણહિલપુરમાં રહેતા પોતાના ગુરુ ખરતરગચ્છનાયક જિનભદ્રસૂરિ ઉપર વિજ્ઞપ્તિરૂપે એક પત્ર લખ્યો છે, તેમાં તેમણે પોતાના તીર્થપ્રવાસ આદિનું વર્ણન કર્યું છે. આ સુંદર કાવ્ય છે.
પત્રલેખક જયસાગરગણિ પૃથ્વીચન્દ્રચરિત્રા (સં. ૧૫૦૩), પાર્શ્વજિનાલયપ્રશસ્તિ (સં.૧૪૭૩), પર્વરત્નાવલી આદિ અનેક ગ્રન્થોના કર્તા છે. તેમના દીક્ષાગુરુ હતા જિનરાજ, વિદ્યાગુરુઓ હતા જિનવર્ધન અને ઉપાધ્યાય જિનભદ્રસૂરિ.
સં ૧૬૬૦ આસપાસ તપા. આનન્દવિજયના શિષ્ય મેરુવિજયે સંસ્કૃતમાં રચેલા એક વિજ્ઞપ્તિપત્રનો ઉલ્લેખ મળે છે.’
ત્યાર પછી સંસ્કૃત કાવ્યરૂપમાં વિનયવિજયે રચેલાં ત્રણ વિજ્ઞમિપત્ર મળે છે. પહેલું છે ઈન્દુદૂત. તે કાલિદાસની મેઘદૂતની શૈલીમાં રચાયું છે. તેને વિનયવિજયે
I
૧. કાવ્યમાલા, ૧૪, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ. ૨. જૈન ગ્રન્થ પ્રકાશક સભા, અમદાવાદ, સં. ૨૦૦૦. ૩. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સંખ્યા ૨૪. ૪. એજન, સંખ્યા ૨૫ ૫. મુનિ જિનવિજય દ્વારા સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી, પૃ. ૩૦ આદિ. ૬. જિનરત્નકોશ, પૃ. ૩૫૫; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૬. ૭. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૭૪-૭૫. ૮. જિનરત્નકોશ, પૃ. ૬પપ ૯. કાવ્યમાલા, ૧૪, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org