________________
ઐતિહાસિક સાહિત્ય
૪૬૫
જોધપુરથી સૂરત નગરમાં વિરાજમાન ગુરુ વિજયપ્રભસૂરિ ઉપર લખ્યું છે. તેમાં જોધપુર, જાલોર, સિરોહી, આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરુચ અને સૂરતનું વર્ણન છે. તેનો વિશેષ પરિચય અમે દૂતકાવ્યોના પ્રસંગે આપીશું.
વિનયવિજયકૃત બીજું વિજ્ઞપ્તિપત્ર સં. ૧૯૯૪માં લખાયું છે. તેને અમદાવાદ પાસે આવેલા બારેજા ગામમાં વિરાજતા પોતે ખંભાતમાં વિરાજતા પોતાના ગુરુ વિજયાનન્દસૂરિ ઉપર લખ્યું છે. ત્રીજું વિજ્ઞપ્તિપત્ર વિનયવિજયે દેવપટ્ટન (પ્રભાસ પાટણ)થી અણહિલપુરપાટણમાં સ્થિત વિજયદેવસૂરિને મોકલ્યું હતું. તેની રચના અદ્ભુત છે. તેના પઘોનો અર્ધાશ પ્રાકૃતમાં છે અને અર્ધીશ સંસ્કૃતમાં છે.'
વિનયવિજય હીરવિજયના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય હતા. તેમણે નયકર્ણિકા, પત્રિશલ્પ (સંસ્કૃત ગદ્ય), શાન્તિસુધારસ વગેરે અનેક ગ્રન્થોની રચના કરી
ડૉ. હિરાનન્દ શાસ્ત્રીએ લખેલો ગ્રન્થ Ancient vijnaptipatrasમાં લગભગ ૨૪ વિજ્ઞપ્તિપત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં અનેક વિજ્ઞપ્તિપત્રો રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં છે. લગભગ ૬ સંસ્કૃતમાં છે : ૩. ઘોઘા વિજ્ઞપ્તિપત્ર સં. ૧૭૧૭; ૪. દેવાસ વિજ્ઞપ્તિ (૧૮મી સદી); –૮. બે ભગ્ન વિજ્ઞપ્તિપત્ર; ૯. શિનોર વિજ્ઞપિત્ર સં. ૧૮૨૧; ૧૫. શિનોર વિજ્ઞપ્તિપત્ર સં. ૧૮૩૩ (આંશિક સંસ્કૃત અને આંશિક રાજસ્થાની).
અન્ય વિજ્ઞપ્તિપત્રોમાં ઉપાધ્યાય સમયસુન્દરે (૧૮મી સદી) રચેલા વિજ્ઞમિપત્ર (મહાદંડકસ્તુતિગર્ભ), જ્ઞાનતિલકકૃત (૧૮મી સદી) વિજ્ઞપિત્ર વગેરેનો ઉલ્લેખ મળે છે. અભિલેબસાહિત્ય
કોઈ પણ રાષ્ટ્ર, ભાષા અને સાહિત્યનો ઈતિહાસ જાણવા માટે અભિલેખોનું સર્વોપરિ સ્થાન છે કારણ કે અભિલેખોમાં પ્રકૃતિની પરિવર્તનશીલ દૃષ્ટિની બહુ
૧. મુનિ જિનવિજય દ્વારા સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી. ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૬૪૮-૪૯, ૩. વડોદરા સ્ટેટ પ્રેસ, ૧૯૪૨; તેનો બીજો, ત્રીજો અધ્યાય (અંગ્રેજીમાં) ખાસ વાંચવો
જોઈએ. ૪. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખંડ ૨, પૃ. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org