________________
ઐતિહાસિક સાહિત્ય
૪૬૩
લાંબો મળ્યો છે. આ જ રીતે બીકાનેરમાંથી ૯૭ ફુટ લાંબો અને ૧૧ ઈંચ પહોળો મળ્યો છે. આ લાંબા વિજ્ઞપ્તિપત્રોમાં ચિત્રકારીને ભરપૂર સ્થાન આપવામાં આવ્યું છે. પ્રેષણસ્થાનનો ચિત્રમય પરિચય આપવામાં આવ્યો છે. બીકાનેરમાંથી મળેલ ઉક્ત પત્રના પ૫ ફુટમાં બીકાનેરનાં મુખ્ય બજાર અને દર્શનીય સ્થાનોનું વાસ્તવિક અને કલાપૂર્ણ ચિત્રણ છે. આ વિજ્ઞપ્તિપત્રોમાં જૈન સંઘના સદસ્યોનો પરિચય, ક્ષેત્રીય ભૌગોલિક વર્ણન અને ક્યારેક ક્યારેક ઈતિહાસવિષયક ઘટનાઓ પણ આપવામાં આવે છે. આગ્રા જૈન સંઘ તરફથી યુગપ્રધાન વિજયસેનસૂરિ ઉપર પાટણ મોકલવામાં આવેલ એક વિજ્ઞપ્તિપત્રમાં મુગલ સમ્રાટ જહાંગીરે સં. ૧૬૧૦માં આગ્રાના જૈન સમાજને ફરમાન આપેલ એ ઘટના અંકિત છે. તેમાં જહાંગીર, શાહજાદા ખુર્રમ તથા રાજા રામદાસનાં પણ ચિત્રો છે. ચિત્રકાર પ્રસિદ્ધ શાલિવાહન છે, તે જહાંગીરી દરબારના કુશળ ચિતારાઓમાંના એક હતા. તેમાં આગ્રાની તત્કાલીન જનતાનું પણ ચિત્રાંકન છે. આ રીતે જ મેડતાથી વીરમપુર મોકલવામાં આવેલા ૩૨ ફુટ લાંબા વિજ્ઞપ્તિપત્રમાં ૧૭ ફુટમાં વિવિધ પ્રકારની ચિત્રકારી આપી
આ વિજ્ઞપ્તિપત્રોમાં કેટલાંક તો સંસ્કૃતમાં લખાયાં છે જ્યારે અધિકાંશ સંસ્કૃતમિશ્રિત સ્થાનીય ભાષામાં લખાયેલાં મળે છે. તેઓ ગદ્ય અને પદ્ય બન્નેમાં મળે છે. સંસ્કૃતમાં લખાયેલાં કેટલાંય વિજ્ઞપ્તિપત્રો પ્રથમ પંક્તિનાં આલંકારિક કાવ્યોના નમૂનાઓ છે. તેમાં કેટલાંય ખંડકાવ્ય અને દૂતકાવ્યનાં સરસ ઉદાહરણો છે. જૈન કવિઓએ દૂતકાવ્યપ્રકારનો ઉપયોગ આ જાતનાં પત્રો લખવામાં પણ
૧. અનેક વિજ્ઞપ્તિપત્રોનો પરિચય શ્રી અગરચંદ નાહટાએ આપ્યો છે. આ અંગે તેમના
નીચે જણાવેલા લેખો પઠનીય છે : (૧) પૌને છઃ સૌ વર્ષ પ્રાચીન વિજ્ઞપ્તિપત્ર, વિકાસ, ૧.૧; વીર, ૨૫.૧૦-૧૨. (૨) બીકાનેર કા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર, રાજસ્થાન ભારતી, ૧.૪; વીર, ૨૪.૪૮. (૩) બીકાનેર કા એક પ્રાચીન સચિત્ર વિજ્ઞપ્રિલેખ, રાજસ્થાન ભારતી, ૩.૩-૪. (૪) જયપુરી કલમ કા એક વિજ્ઞપ્રિલેખ, અવન્તિકા, ૧.૧૦. (૫) ઉદયપુર કા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર, નાગરી પ્રચારિણી પત્રિકા, પ૭. ૨-૩; જૈન
- સદેશ, ૧૭. ૧૮. (૬) ઉદયપુર કા એક વિજ્ઞપ્તિપત્ર, શોધપત્રિકા, ૪.૩. (૭) ઉપા. મેઘવિજય કે ચાર વિજ્ઞપ્તિલેખ, જૈન સત્યપ્રકાશ, ૧૩.૧. (૮) બીકાનેર જૈન લેખસંગ્રહ કી ભૂમિકા, પૃ. ૮૭-૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org