________________
૪૬૨
મહત્ત્વની છે. તેમાં પરમારનરેશ જૈતુગિદેવના સમયમાં માલવા ઉપર થયેલા મુસ્લિમ આક્રમણનો ઉલ્લેખ મળે છે (મ્ન છે: પ્રતાપાતૈ:).
જૈન કાવ્યસાહિત્ય
તીર્થમાલા સંબંધી અન્ય રચનાઓમાં જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ, અંચલગચ્છીય મહેન્દ્રસૂરિકૃત (સં.૧૪૪૪) તીર્થમાલાપ્રકરણ, ધર્મઘોષના શિષ્ય મહેન્દ્રસૂરિષ્કૃત તિત્યમાલાથવણ (તીર્થમાલાસ્તવન) અને ધર્મઘોષકૃત તીર્થમાલાસ્તવનનો સંક્ષિપ્ત પરિચય આ બૃહદ્ ઈતિહાસના ચોથા ભાગમાં આપવામાં આવ્યો છે.
ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાઓમાં તીર્થયાત્રાઓનું વિવરણ રજૂ કરતા કેટલાય ગ્રન્થો રચાયા છે. વિજયધર્મસૂરિએ પ્રાચીનતીર્થમાલાસંગ્રહ પ્રકાશિત કરાવ્યો હતો. વિ.સં. ૧૭૪૬માં શીવિજયે રચેલી તીર્થમાલા અને બ્ર. જ્ઞાનસાગરે રચેલી તીર્થાવલી પણ ઉલ્લેખનીય છે.
ભારતીય ભૂગોલના અનુસંધાનમાં આ તીર્થમાલાઓમાંથી, પુરાણગત તીર્થમાહાત્મ્યોની જેમ, બહુ મદદ મળી શકે છે.
વિજ્ઞપ્તિપત્ર
વર્ષાકાળમાં શ્વેતાંબર જૈન પર્યુષણ પર્વના છેલ્લા દિવસે સાંવત્સરિક પર્વ ઉજવે છે, તે દિવસે ૫રસ્પર ક્ષમાયાચના અને ક્ષમાદાન કરવામાં આવે છે. આ અવસરે દૂરવર્તી ગુરુજનોને જે ક્ષમાપત્રો મોકલવામાં આવતાં હતાં તેમને ખમાપણા યા વિજ્ઞપ્તિપત્ર કહેવાતાં. ગુજરાતમાં તેને ટીપણા કહે છે. શ્વેતાંબર સંપ્રદાયના એક વર્ગના આચાર્યો શ્રીપૂજ્ય કહેવાતા હતા. તેમણે આ જાતના પત્રલેખનનો વિશેષ વિકાસ કર્યો. પહેલાં આ પત્રો ખમાપણા માટે લખાતાં હતાં પણ પછીથી જે સ્થાનીય જૈન સંઘને ધર્મપ્રભાવના માટે કોઈ આચાર્યને કે મુનિને આવતા વર્ષે ચોમાસું કરાવવાની ઉત્કંઠા થતી તે સંઘ તેમને નિમંત્રણ દેવા માટે પ્રાર્થનાપૂર્ણ નિમન્ત્રણપત્ર કે વિનત્તિપત્રના રૂપમાં વિજ્ઞપ્તિપત્રનો ઉપયોગ કરવા લાગ્યા. આવાં વિજ્ઞપ્તિપત્રોનું ઉગમસ્થાન ગુજરાત-કાઠિયાવાડ હતું પરંતુ ધીમે ધીમે રાજસ્થાનથી બંગાળ સુધીના ક્ષેત્રમાં તેનો પ્રસાર થઈ ગયો.
પહેલાં તો વિજ્ઞપ્તિપત્રો મોટા કાગળ ઉપર લખવામાં આવતાં હતાં, આ કાગળ ૧૦થી ૧૨ ઈંચ પહોળો રહેતો હતો પરંતુ પછી તો વિજ્ઞપ્તિપત્રો એટલા બધા લાંબા થવા લાગ્યાં કે તેમાંનો એક વિ.સં.૧૪૬૬માં લખાયેલો તો ૧૦૮ હાથ
૧. શ્રી અગરચન્દ નાહટાનો આ વિષય ઉપરનો લેખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org