________________
ઐતિહાસિક સાહિત્ય
૪૬૧
થાય છે. જેમકે તારઉર (તારાપુર)માંથી વરાંગ આદિનું મોક્ષે જવું લખ્યું છે પરંતુ વરાંગચરિત અનુસાર તેઓ મુક્ત થયા જ નથી પરંતુ સર્વાર્થસિદ્ધિએ ગયા છે. ગાથા ૮માં તુંગીગિરિમાંથી રામ, હનુમાન આદિનું મોક્ષે જવું લખ્યું છે પરંતુ ઉત્તરપુરાણ અનુસાર તે બધા સન્મેદશિખરમાંથી મોક્ષે ગયા છે.
પ્રભાચન્દ્રના (૧૨મી સદી) ક્રિયાકલાપમાં સંસ્કૃત નિર્વાણભક્તિ સંગૃહીત છે, પ્રાકૃત નિર્વાણભક્તિ યા નિર્વાણકાંડનો સંગ્રહ નથી. પ્રભાચન્દ્રના કથન અનુસાર સંસ્કૃત ભક્તિઓ પાદપૂજ્ય (?) સ્વામીકૃત છે. પરંતુ આ પાદપૂજ્ય યા પૂજ્યપાદ કોણ છે ? લખ્યું નથી. અન્ય સ્રોતોમાંથી પણ ઉક્ત લેખકે રચી હોવાની પુષ્ટિ થતી નથી. ૫. આશાધરના (૧૩મી સદી) ક્રિયાકલાપમાં પ્રભાચન્દ્રના ક્રિયાકલાપની અધિકાંશ ભક્તિઓ સંગૃહીત છે પરંતુ તેમણે તેમના કર્તાઓ અંગે કોઈ વાત લખી નથી. આશાધરના ક્રિયાકલાપમાં પ્રાકૃત નિર્વાણભક્તિની કેવળ પાંચ જ ગાથાઓ આપવામાં આવી છે. શેષ ગાથાઓ તેમાં છૂટી ગઈ લાગે છે.
જો કે આ બન્ને ભક્તિઓની રચનાનો સમય આજ સુધી બરાબર જાણવામાં આવ્યો નથી તો પણ એટલું તો કહી જ શકાય કે તે બન્ને કવિ આશાધર પહેલાંની અર્થાતુ છ-સાડા છ સો વર્ષ પહેલાંની નિશ્ચિત છે.
૧૩મી સદીમાં વિવિધ તીર્થોની પરિચાયિકા એક અન્ય કૃતિ શાસનચતુસ્ત્રિશિકા મળે છે. તેમાં ૨૬ તીર્થસ્થાનો અને તેમની પ્રભાવશાળી જૈન પ્રતિમાઓનું વર્ણન મળે છે. તેમાં કુલ ૩૬ શ્લોકો છે, તે અનુષ્ટ્રમ્ માનથી ૮૪ શ્લોકપ્રમાણ છે. પહેલું પદ્ય અનુણ્ભમાં છે અને અંતિમ પ્રશસ્તિપદ્ય માલિની છંદમાં છે. વિષયવસ્તુનાં પ્રતિપાદક બાકીનાં પદ્યો શાર્દૂલવિક્રીડિત છન્દ્રમાં છે. બધા શાર્દૂલવિક્રીડિત છન્દોનાં અંતિમ ચરણોનો દ્વિતીયાઈ “દિવાસનાં શાસન'થી સમાપ્ત થાય છે. તેના કર્તા પોતાના સમયના પ્રસિદ્ધ આચાર્ય મદનકીર્તિ છે, તે દિગંબર વિશાલકીર્તિના શિષ્ય હતા. રાજશેખરસૂરિએ સં. ૧૪૦પમાં રચેલા પોતાના પ્રબન્ધકોશમાં તેમના જીવન વિશે “મદનકીર્તિપ્રબન્ધ' નામનો એક પ્રબન્ધ લખ્યો છે. મદનકીર્તિની ઉપાધિ મહાપ્રામાણિકચૂડામણિ” પણ હતી. શાસનચતુસ્ત્રિશિકાની રચના ધારાનગરીમાં કરવામાં આવી હતી. તેના લેખક મદનકીર્તિ કવિ પં. આશાધરના સમકાલીન હતા. આ કૃતિ ઐતિહાસિક દષ્ટિએ
૧. પં. દરબારીલાલ ન્યાયાચાર્ય દ્વારા સંપાદિત અને વીર સેવા મંદિર, સરસાવાથી સન્
૧૯૪૯માં પ્રકાશિત; ચન્દાબાઈ અભિનન્દન ગ્રંથ, પૃ. ૪૦૩-૪૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org