________________
ઐતિહાસિક સાહિત્ય
૪પ૯
બલાત્કારગણની એક પટ્ટાવલી પ્રાકૃત ભાષામાં પણ મળે છે. તેને નદિસંધબલાત્કારગણ-સરસ્વતીગચ્છની પટ્ટાવલી કહેવામાં આવે છે. કાષ્ઠાસંઘ-માથુરગચ્છપટ્ટાવલી
આ પટ્ટાવલી પ૩ સંસ્કૃત પદ્યોમાં રચાઈ છે. તેના ૨૧ પદ્યોમાં કાષ્ઠાસંઘના પ્રાચીન પટ્ટધરોનાં નામો આપ્યા પછી મધ્યકાલીન માથુરગચ્છની માધવસેનથી (૧૩મી સદીનો પૂર્વાધી શરૂ થયેલી પરંપરાનું ૨૨મા પદ્યથી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અન્તિમ પટ્ટધર મુનીન્દ્રકીર્તિ (સં.૧૯૫૨) સુધી પહોંચી સમાપ્ત થયું છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે. આ એક સારી કાવ્યાત્મક કૃતિ છે. કાષ્ઠાસંઘ-લાડવાગડ-પુન્નાટગચ્છપાવલી
આ સંસ્કૃત ગદ્યમયી કૃતિ છે. તેમાં ઉલ્લેખાયેલા આચાર્યોમાં મહેન્દ્રસેન (૧૨મી સદીનો ઉત્તરાર્ધ) પહેલી ઐતિહાસિક વ્યક્તિ જણાય છે. તેમણે ત્રિષષ્ટિપુરુષચરિત્ર લખ્યું હતું અને મેવાડમાં ક્ષેત્રપાલને ઉપદેશ આપી ચમત્કાર દેખાડ્યો હતો. તેમની પહેલાં અંગજ્ઞાની આચાર્યો પછી ક્રમથી વિનયધરથી લઈને કેશવસેન સુધી ૧૬ આચાર્યોનો ઉલ્લેખ છે તથા મહેન્દ્રસેનની પરંપરાના ત્રિભુવનકીર્તિ (૧૬મી સદી) સુધીનું વર્ણન છે. તીર્થમાલાઓ
ભારતીય અન્ય ધર્મોની જેમ જૈનોનાં પણ પોતાનાં તીર્થો છે. આ જૈન તીર્થો ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી સારા ભારતમાં ફેલાયેલાં છે. તે તીર્થોનાં દર્શનવંદન માટે પ્રાચીન કાળથી જ જૈન સંઘપતિ અને મુનિગણ સમારોહપૂર્વક લાંબી-લાંબી યાત્રાઓ કરતા હતા અને તેમની યાત્રાઓનું વિવરણ અને તીર્થોનો પરિચય તેઓ લખતા હતા. આ યાત્રાઓ અને તીર્થોનો પરિચય
૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૧, પૃ. ૧૦૩-૧૦૭; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૧૩
૨૪૭. ૨. શ્રી મા.સ.મહાજન, નાગપુરના સંગ્રહમાં; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૪૮-૨૬૨. ૩. પ્રેમી અભિનન્દન ગ્રન્થમાં જૈન સાહિત્ય કા ભૌગોલિક મહત્ત્વના લેખક શ્રી અગરચંદ
નાહટાએ તીર્થમાલાવિષયક પ્રકાશિત સામગ્રીનો પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org