________________
૪૫૮
જૈન કાવ્યસાહિત્ય
બલાત્કારગણ-દિલ્હી-જયપુરશાખાની એક પટ્ટાવલી ૪૨ પોની મળે છે. આ પટ્ટાવલી ઈડરશાખાની ઉક્ત ૬૩ પદ્યોની ગુર્નાવલિમાં કંઈક ફેરફાર કરી બનાવવામાં આવી છે. તેનાં ૨૬, ૨૭ અને ૨૮મા પદ્ય ઉક્ત ગુર્નાવલિમાં ક્રમશઃ ૨૭, ૨૯ અને ૩૦મા પદ્ય છે. પદ્ય ૨૯માં ઉક્ત શાખાના શુભચન્દ્ર (સં.૧૪૫૦૧૫૦૭) ભટ્ટારકનું વર્ણન છે. ત્યાર પછી ઉક્ત શાખાના જિનચન્દ્ર, પ્રભાચન્દ્ર, ચન્દ્રકીર્તિ, દેવેન્દ્રકીર્તિ અને નરેન્દ્રકીર્તિનું વર્ણન કરી આ પટ્ટાવલી સમાપ્ત થાય છે. તેમાં ભટ્ટારક જિનચન્દ્ર અતિ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓ સૌથી વધુ છે. પ્રતિષ્ઠાકર્તા શેઠ જીવરાજ પાપડીવાલના પ્રયત્નોથી આ હજારો મૂર્તિઓ ભારતના ખૂણે ખૂણે પહોંચી છે. તેમની પ્રતિષ્ઠા સં. ૧૫૪૮ અક્ષયતૃતીયાના દિને થઈ હતી.
બલાત્કારગણ-ભાનુપુરશાખા તથા સૂરતશાખાની પટ્ટાવલીઓ પણ સંસ્કૃત ભાષામાં રચાયેલી મળી છે. પહેલીમાં સંસ્કૃત પપ-પ૬ પડ્યો છે. આ શાખાનો પ્રારંભ ભટ્ટારક સકલકીર્તિના પ્રશિષ્ય ભટ્ટારક જ્ઞાનકીર્તિથી થાય છે. પ્રસ્તુત પટ્ટાવલીના ૩૪ પદ્યો સુધી પ્રાચીન પરંપરાનું વર્ણન કરીને પછી આ શાખાના પટ્ટધરોનું વર્ણન ૩૫મા પધથી કર્યું છે. આમાં જ્ઞાનકીર્તિથી (સં.૧૫૩૪) લઈને ભટ્ટારક રત્નચન્દ્ર (સં.૧૭૭૪-૮૬) સુધીની પરંપરા આપવામાં આવી છે.
સૂરતશાખાની પટ્ટાવલી સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં પણ પૂર્વાચાર્યોથી સંબંધ જોડીને ભટ્ટારક પદ્મનદિના શિષ્ય દેવેન્દ્રકીર્તિથી (સં. ૧૪૯૩) શરૂ થયેલી ઉક્ત શાખાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણનને ઉક્ત શાખાના ભટ્ટારક વિદ્યાનદિના (સં. ૧૮૦૫-૧૮૨૨) શિષ્ય દેવેન્દ્રકીર્તિ (સં.૧૮૪૨) સુધી લાવી સમાપ્ત કરવામાં આવ્યું છે. તેને નસિંઘબિરદાવલી પણ કહેવામાં આવે છે. તેની રચના દેવેન્દ્રકીર્તિ (દ્વિતીય)ના શિષ્ય સુમતિકીર્તિએ કરી છે.
૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૧, કિરણ ૪, પૃ. ૮૧; આ પટ્ટાવલીના પ્રમાણ તરીકે
કેટલાક શિલાલેખો આપવામાં આવ્યા છે. વિશેષ વિવેચન માટે જુઓ ભટ્ટારક સમ્પ્રદાય,
પૃ. ૯૭-૧૧૩. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૯, પૃ. ૧૦૮-૧૦૯; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૯- ૧૬૮. ૩. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૯, પૃ. ૪૬-૫૩; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૬૯-૨૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org