________________
ઐતિહાસિક સાહિત્ય
૪૫૭
છે. પહેલી સંસ્કૃત ગદ્યમાં છે. તેમાં ભટ્ટારક પદ્મનદિ, સકલકીર્તિ, ભુવનકીર્તિ, જ્ઞાનભૂષણ, વિજયકીર્તિ, શુભચન્દ્ર (પાંડવ પુરાણ વગેરે અનેક ગ્રન્થોના કર્તા), સુમતિકીર્તિ, ગુણકીર્તિ અને વાદિભૂષણ સુધીની પરંપરા આપવામાં આવી છે, તથા તે ભટ્ટારકોનો મહિમા, ગ્રન્થકર્તુત્વ વગેરે ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે. વાદિભૂષણનો સમય સં. ૧૬પ૨ આસપાસ છે. ઉક્ત પટ્ટાવલીના અનેક ભટ્ટારક સારા ગ્રન્થકાર હતા. - ઈડર શાખાની બીજી પટ્ટાવલી (ગુર્નાવલિ) સંસ્કૃત છંદોમાં છે, તેમની સંખ્યા ૬૩ છે. આમાં ભટ્ટારક સકલકીર્તિથી લઈને ચન્દ્રકીર્તિ (સં.૧૮૩૨) સુધીની પરંપરા આપવામાં આવી છે. આ ગુર્નાવલિ બહુ મહત્ત્વની છે. તેમાં ગુદ્ધિગુપ્તથી લઈને અભયકીર્તિ સુધી લગભગ ૧૦૦ આચાર્યોનાં નામ આપ્યાં છે, આ આચાર્યો વનવાસી હતા અને તેમને બલાત્કારગણની પ્રાચીન પરંપરા સાથે જોડવામાં આવ્યા છે (૧-૨૧ પદ્ય સુધી). તે પછી ઉત્તર ભારતની ભટ્ટારકપીઠોની પરંપરા વસન્તકીર્તિથી શરૂ કરવામાં આવી છે (પદ્ય ૨૧). વસન્તકીર્તિના વિશે કહેવામાં આવે છે કે તે જ દિગંબર મુનિઓના વસ્ત્રધારણના પ્રવર્તક હતા. તેમની જાતિ બધેરવાલ હતી અને તેમનું નિવાસસ્થાન અજમેર હતું. તે સં. ૧૨૬૪ની માઘ શુ. પના દિને પદારૂઢ થયા હતા તથા ૧ વર્ષ ૪ માસ પટ્ટ પર હતા. તેમનો ઉલ્લેખ બિજોલિયાના શિલાલેખમાં પણ થયો છે.
વસન્તકીર્તિ પછી ક્રમશ: વિશાલકીર્તિ, શુભકીર્તિ, ધર્મચન્દ્ર, રત્નકીર્તિ, પ્રભાચ (૭૪ વર્ષ સુધી પટ્ટાધીશ), પાનદિ થયા.
ભટ્ટારક પઘનન્દિના ત્રણ પ્રમુખ શિષ્યોએ ત્રણ ભટ્ટારકપરંપરાઓ શરૂ કરી. તે ત્રણ પરંપરાઓનો આગળ ઉપર અનેક પ્રશાખાઓમાં વિસ્તાર થયો. તેમાંથી ઈડર શાખાના સકલકીર્તિ અને તેમની ભટ્ટપરંપરાનું વર્ણન પ્રસ્તુત ગુર્નાવલિના પદ્ય ૩૨થી ૬૨ સુધીમાં વિસ્તારથી આપ્યું છે. શુભચન્દ્રથી ચાલુ થયેલી દિલ્હીજયપુરશાખાનું વર્ણન બીજી ગુર્નાવલિમાં આપ્યું છે તથા દેવેન્દ્રકીર્તિથી ચાલુ થયેલી પરંપરા સૂરતશાખાની અન્ય પટ્ટાવલીઓમાં જોવી જોઈએ.
૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, કિરણ ૪, પૃ. ૪૬ પ્રભૂતિ; વિશેષ વિવેચન માટે જુઓ –
ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૩-૧પ૬. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, કિરણ ૪, પૃ. ૫૧ વગેરે; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૩
૧૫૮.
૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org