________________
૪૬૦
જૈન કાવ્યસાહિત્ય
મોટાં મોટાં પુરાણોમાં અને ચરિતાત્મક ગ્રન્થોમાં વિસ્તારથી આપવામાં આવ્યો છે. આ વાતનો ઉલ્લેખ અમે વિવિધ પ્રસંગોએ કરતા આવ્યા છીએ. આ વિષય ઉપર સ્વતંત્ર કૃતિઓ પણ રચાઈ છે. આ વિષયનો સૌથી પ્રાચીન ગ્રન્થ આપણને ધનેશ્વરસૂરિનો “શત્રુંજયમાહાભ્ય' (૧૩મી સદીનો પૂર્વાર્ધ) નામનો મળ્યો છે. તેનો પરિચય તીર્થમાહાભ્યવિષયક કથાઓમાં અમે આપી દીધો છે.
દિગંબર સંપ્રદાયના લેખકોએ પણ ૧૩મી સદીમાં કેટલીક તીર્થમાલાઓનું પ્રણયન કર્યું છે. તેમાં પ્રથમ ઉલ્લેખનીય નાની-નાની બે ભક્તિઓ છે : પહેલી પ્રાકૃત નિર્વાણભક્તિ કે નિર્વાણકાંડ અને બીજી સંસ્કૃત નિવણભક્તિ."
પ્રાકૃત નિર્વાણભક્તિ યા નિર્વાણકાંડમાં ચોવીસ તીર્થંકર અને અન્ય ઋષિમુનિઓનાં નિર્વાણસ્થાનોનો નિર્દેશ કરી ત્યાંથી મુક્તિ મેળવનારને નમસ્કાર કરવામાં આવ્યા છે. નિર્વાણકાંડમાં કેવળ ૧૯ ગાથાઓ મળે છે. તેની અનેક પ્રતિઓ મળે છે, તે બધીમાં ગાથાસંખ્યા એકસરખી નથી. ક્યાંક ક્યાંક ગરબડ પણ છે. નિર્વાણકાંડના અંતે ક્યાંક ક્યાંક આઠ ગાથાઓ વધારે પણ લખેલી મળે છે “ગય g (“અતિશયક્ષેત્રકાંડ) નામથી. પરંતુ એવું લાગે છે કે તે જુદો જ છે. ભાષાકાર પં. ભગવતીદાસે આ આઠ ગાથાઓનો તો અનુવાદ જ નથી કર્યો.
બીજી સંસ્કૃત નિર્વાણભક્તિમાં ૩૨ પદ્ય છે. તેનાં પહેલાં ૨૦ પદ્યોમાં કેવળ મહાવીરનાં પાંચે કલ્યાણકોનું વર્ણન છે અને પછી આગળનાં ૧૨ પદ્યોમાં કૈલાસ, ચમ્પાપુર, ગિરનાર, પાવાપુર, અમેદશિખર, શત્રુંજયનો ઉલ્લેખ માત્ર કરી અન્ય નિર્વાણસ્થાનોનાં નામ માત્ર આપ્યાં છે. પહેલાં ૨૦ પોને વાંચીને તો લાગે છે કે તે એક સ્વતંત્ર સ્તોત્રનાં પડ્યો છે જેમના અંતે તેને વાંચવાથી પાઠકોને નરલોકદેવલોકનું સુખ ભોગવ્યા પછી મોક્ષપદ પ્રાપ્ત થાય છે એવું દર્શાવ્યું છે.
બન્ને ભક્તિઓ સ્વતંત્ર રચનાઓ છે. પ્રાકૃત નિર્વાણકાંડમાં પશ્ચિમ ભારતનાં કેટલાંક એવાં તીર્થોનાં નામ છે જે સંસ્કૃત નિર્વાણભક્તિમાં નથી અને સંસ્કૃત નિર્વાણભક્તિમાં વર્ણવાયેલાં કેટલાંક તીર્થોનાં નામ પ્રાકૃત નિર્વાણકાંડમાં નથી. તેથી એવું જણાય છે કે બન્ને ભક્તિઓ વિભિન્ન કાલોની રચનાઓ છે અને સંભવ છે કે તેમના કર્તાઓ એકબીજાની રચનાથી અપરિચિત રહ્યા હશે.
પ્રાકૃત નિર્વાણકાંડમાં વર્ણવાયેલ કેટલાંય તીર્થોમાંથી મોક્ષગમન કરનારા મહાપુરુષોનું સમર્થન યા તો પ્રાચીન શાસ્ત્રો દ્વારા થતું નથી યા તો વિપરીત પુરવાર
1, પૃ. ૪૨૨-૪૨ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org