________________
ઐતિહાસિક સાહિત્ય
૪૬૭
વડનગરપ્રશસ્તિ (વિ.સં. ૧૨૦૮), હથુંડીના ધવલ રાષ્ટ્રકૂટનો બીજાપુરલેખ (૯૯૭ ઈ.સ.), વિજયકીર્તિ મુનિકૃત વિક્રમસિંહ કચ્છવાહાનો દુબકુંડલેખ (૧૦૮૮ ઈ.સ.), જયમંગલસૂરિરચિત ચાચિગ ચાહમાણનો સુન્ધાદ્રિલેખ વગેરે પ્રશસ્તિલેખો જ છે. આ પ્રશસ્તિઓમાં કેટલીકનું મહત્ત્વ તો એટલું બધું છે કે કેટલીક રાજશાખાઓનો પરિચય કેવળ આ જૈન પ્રશસ્તિઓ દ્વારા જ થયો છે, જેમ કે ઓરિસ્સાના હાથીગુફાથી પ્રાપ્ત શિલાલેખો દ્વારા ખારવેલ અને તેના વંશનો, હથુંડીના લેખ દ્વારા ત્યાંના રાષ્ટ્રકૂટોનો, ગ્વાલિયરના સાસુવહુ શિલાલેખ દ્વારા કચ્છવાહોની ગ્વાલિયર શાખાનો અને દુબકુંડ લેખ દ્વારા ત્યાંની કચ્છવાહોની શાખાનો.
જનવર્ગ સાથે સંબંધ ધરાવતા લેખોનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે. આ લેખો પોતાની ધાર્મિક માન્યતા માટે ભક્ત અને શ્રદ્ધાળુ પુરુષ યા સ્ત્રીવર્ગ દ્વારા લખાવાયા છે. આવા લેખ એકબે પંક્તિઓના રૂપમાં મૂર્તિની ચોકીઓ ઉપર તથા કુટુંબ અને વ્યક્તિની પ્રશંસામાં ઉચ્ચ કોટિના કાવ્યના રૂપમાં પણ મળે છે. આ જાતના અનેક લેખ ઉત્તર ભારતમાં મથુરા, આબુપર્વત, ગિરનાર, શત્રુંજય વગેરે તીર્થોમાંથી તથા દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલા વગેરે સ્થાનોમાંથી મળ્યા છે. તે લેખોમાંથી અનેક જાતિઓના સામાજિક ઈતિહાસ અને જૈનાચાર્યોના સંઘ, ગણ, ગચ્છ અને પટ્ટાવલીના રૂપમાં ધાર્મિક ઈતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક અને રાજનૈતિક ઈતિહાસનો પરિચય મળે છે. આ લેખોમાં પ્રાયઃ મૂર્તિઓ, ધર્મસ્થાનો અને મંદિરોના નિર્માણનો કાળ નોંધાયેલો હોય છે, પરિણામે કલા અને ધર્મના વિકાસક્રમને સમજવામાં ઘણી મદદ મળે છે અને સામાજિક સ્થિતિનું નિશ્ચિત જ્ઞાન, જેવું કે એક દેશથી બીજા દેશમાં જૈનો ક્યારે કેવી રીતે ફેલાયા અને ત્યાં જૈનધર્મનો પ્રસાર અધિકાધિક ક્યારે થયો, પણ થઈ જાય છે. અનેક ભક્ત પુરુષો અને સ્ત્રીઓનાં નામ પણ લેખોમાંથી જાણવા મળે છે, આ નામો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ બહુ મહત્ત્વનાં છે. ૯મી શતાબ્દી પછીના અનેક લેખોમાં અધિકાંશ નામ અપભ્રંશ અને તત્કાલીન લોકભાષાના રૂપને પ્રગટ કરે છે.
જૈનોનું અભિલેખ સાહિત્ય પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી કોઈ એક ભાષાની પરિધિમાં બંધાઈ રહ્યું નથી. તેમાં પ્રાકૃત, સંસ્કૃત, મિશ્ર સંસ્કૃત, કન્નડમિશ્ર સંસ્કૃત, કન્નડ, તમિલ, મરાઠી, ગુજરાતી અને હિંદી ભાષાનો પણ પ્રયોગ થયો છે. દક્ષિણના કેટલાક લેખ તમિલમાં અને અધિકાંશ કન્નડમિશ્રિત સંસ્કૃતમાં છે. દક્ષિણ ભારતમાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલા એવા મહત્ત્વના લેખ મળ્યા છે જે કાવ્યના સુંદર નમૂના છે. તેમાં ચાલુક્ય પુલકેશિની એહોલ પ્રશસ્તિ, રાષ્ટ્રકૂટ ગોવિન્દના બન્ને અને કડબમાંથી મળેલા લેખ, અમોઘવર્ષનો કોન્નર શિલાલેખ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org