________________
ઐતિહાસિક સાહિત્ય
જે ગૃહસ્થની પ્રેરણાથી આ ચિરત્રની રચના કરવામાં આવી હતી તે કુમારપાલના મહામાત્ય યશોધવલનો પુત્ર જગદેવ હતો. તે વરાહીનો નિવાસી શ્રીમાલ વૈશ્ય હતો. તે સારો વિદ્વાન હતો અને બાળપણથી કવિતા કરતો હતો. હેમચન્દ્રાચાર્યે તેને બાલકવિની પદવી આપી હતી. તે બાલકવિના નામથી સર્વત્ર જાણીતો હતો. તેનો એક ઘનિષ્ઠ મિત્ર નિર્નય મંત્રી બ્રાહ્મણ હતો. તેના પિતા રુદ્રશર્મા કુમારપાલના રાજ્યોતિષી હતા. મંત્રી નિર્નય અને એક અન્ય ભટ્ટ સૂદન બન્ને રાજમાન્ય બ્રાહ્મણ હતા અને જૈનધર્મ પ્રતિ ખૂબ સહાનુભૂતિ રાખતા હતા. મુનિરત્નની આ કૃતિનું સંશોધન રાજ્યના વરિષ્ઠ ન્યાયાધીશ કવિ કુમારે (કવિ સોમેશ્વરના પિતાએ) કર્યું હતું અને તેની પ્રથમ હસ્તલિપિ ગૂર્જર મંત્રી ઉદયરાજના વિદ્વાન પુત્ર સાગરચન્દ્રે લખી હતી અને આ ચરિત્રનું પ્રથમ શ્રવણ વૈયાકરણાગ્રણી પં. પૂર્ણપાલ અને યશઃપાલ તથા સ્વયં બાલકવિ (જગદેવ) તથા આમણ અને મહાનન્દ નામના સભ્યોએ કર્યું હતું. પછી બાલકવિએ આ ગ્રન્થની અનેક પ્રતિઓ પોતાના ખર્ચે લખાવી વિદ્વાનોને ભેટ આપી.
આ પ્રશસ્તિમાં આવેલા મહામાત્ય યશોધવલનો ઉલ્લેખ સં. ૧૨૧૮ના કુમારપાલ સંબંધી એક લેખમાં આવે છે. ગૂર્જર રાજપુરોહિત કવિ સોમેશ્વરના પિતા કવિ કુમાર ભીમ બીજાના સમયે સં. ૧૨૫૫માં ગુજરાતના વરિષ્ઠ ન્યાયાધીશ હતા. આ નવી વાત આ પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. જૈન વિદ્વાન અને રાજાના અગ્રગણ્ય બ્રાહ્મણ વિદ્વાનોમાં પરસ્પર બહુ જ સહાનુભૂતિ અને મિત્રતા હતી, આ વાતનું સુન્દર ઉદાહરણ આ પ્રશસ્તિમાંથી મળે છે.
૪૪૫
અહીં પ્રશસ્તિઓનું મહત્ત્વ દર્શાવવા માટે અમે કેટલીક જ પ્રશસ્તિઓનું વિવરણ આપ્યું છે. આ જાતની અનેક પ્રશસ્તિઓનો અમે વખતોવખત નિર્દેશ કરતા રહ્યા છીએ. તેમની સંખ્યા બહુ મોટી છે.
ગ્રન્થકારપ્રશસ્તિ ઉપરાંત પુસ્તકપ્રશસ્તિનું ઘણું મહત્ત્વ છે. તે કાળે જ્ઞાનપ્રિય ગૃહસ્થોએ તાડપત્ર, કાગળ આદિ ઉપર પુસ્તકોને લખાવીને સંગ્રહ કરવામાં હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને મોટા મોટા સરસ્વતી ભંડારોની સ્થાપના કરી હતી. તે ગૃહસ્થોનાં સુકૃત્યોની સ્મારક પ્રશસ્તિઓ આ પુસ્તકોની સાથે જોડવામાં આવતી હતી. આ પુસ્તકપ્રશસ્તિઓ ૧૨મી શતાબ્દીના પ્રારંભથી ગુજરાતમાં લખાયેલા ગ્રન્થોમાં અધિકતર મળે છે. તે પ્રશસ્તિઓમાંથી સિદ્ધરાજ, કુમારપાલ, ભીમદેવ, વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરેનાં રાજ્યો, તેમના રાજ્યાધિકારીઓ અને અનેક જૈન શ્રાવકો વિશે જાણકારી મળે છે. સામાજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org