________________
૪૪૪
જૈન કાવ્યસાહિત્ય
આપ્યો છે. મંત્રી પથ્વીપાલ સુપ્રસિદ્ધ દંડનાયક મંત્રી વિમલશાહ પોરવાડનો વંશજ હતો. મૂળે આ લોકો શ્રીમાલના નિવાસી હતા, પાછળથી પાટણ પાસે આવેલા ગાંભુ નામના સ્થાનમાં આવી વસ્યા હતા અને જ્યારે અણહિલપુરની સ્થાપના થઈ ત્યારે તે લોકો ત્યાં આવી વસ્યા. ચાવડાવંશના રાજા વનરાજના સમયમાં આ વંશનો પ્રસિદ્ધ પુરુષ નિત્રય હતો. તે હાથી-ઘોડા અને ધનસમૃદ્ધિથી યુક્ત હતો. વનરાજ તેને પોતાના પિતા સમાન ગણતો હતો અને વનરાજે પોતે તેને આગ્રહપૂર્વક ત્યાં વસાવ્યો હતો. નિત્રયને લહર નામનો એક ઘણો પરાક્રમી પુત્ર હતો, તે વિધ્યાચલથી અનેક હાથીઓને પકડીને લાવતો હતો. ગુજરાતના નવોદિત સામ્રાજયને બળવાન બનાવવામાં તેનો મોટો ફાળો હતો. વનરાજથી લઈ દુર્લભરાજ ચૌલુક્ય સુધી ૧૧ રાજાઓના કોઈ ને કોઈ પ્રધાન પદ ઉપર આ વંશના પુરુષો ક્રમશઃ આવતા રહ્યા હતા. દુર્લભરાજના સમયમાં વીર નામનો પ્રધાન હતો. તેને બે પુત્ર હતા, મોટો નેઢ અને નાનો વિમલ. મોટો તો ભીમદેવ ચૌલુક્યનો મહામાત્ય હતો અને નાનો દંડનાયક. ભીમના આદેશથી આબૂના પરમાર રાજાને જીતવા માટે વિમલ મોટી સેના લઈને ચન્દ્રાવતી ગયો અને તે રાજાને જીતી તેને ગુજરાતનો એક સામાન્ત બનાવી દીધો. પછી વિમલે અંબાદેવીની કૃપાથી આબુ પર્વત ઉપર આદિનાથનું સુપ્રસિદ્ધ ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. નેઢનો પુત્ર ધવલ થયો, તે કર્ણદેવ ચૌલુક્યનો એક અમાત્ય હતો. તેનો પુત્ર આનન્દ હતો, તે સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં પણ કોઈ એક પ્રધાન પદ ઉપર હતો. તેનો પુત્ર મહામાત્ય પૃથ્વીપાલ થયો. તેણે આબૂ પર્વત ઉપર વિમલશાહના મંદિરમાં પોતાના પૂર્વજોની હાથી ઉપર બેઠેલી ૭ મૂર્તિઓ બનાવરાવી હતી તથા પાટણના પંચાસર પાર્શ્વનાથ મંદિરમાં એક ભવ્ય મંડપ બનાવરાવ્યો હતો. તેણે ચન્દ્રાવતી, રોહા, વરાહી, સાવરવાડા વગેરે ગામોમાં દેવસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અનેક પુસ્તકો લખાવી ભંડારોને આપ્યાં, વગેરે વાતો પ્રશસ્તિમાં કહેવામાં આવી છે. તે એક પ્રબન્ધ જેવી લાગે છે.
વનરાજ ચાવડા વિશે સૌપ્રથમ ઉલ્લેખ આ જ છે એમ મનાય છે. વિમલ મંત્રી વિશે સૌપ્રથમ ખોજ આ જ છે. ગુજરાતના રાજવંશની અને પ્રધાનવંશની અવિચ્છિન્ન પરંપરા ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મૂલ્યવાન છે. આમ આ પ્રશસ્તિ ગુજરાતના ઈતિહાસ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અમમસ્વામિચરિતની પ્રશસ્તિ
અમસ્વામિચરિતનો પરિચય પહેલાં આપી દીધો છે. તેના અંતે ૩૪ પદ્યોવાળી પ્રશસ્તિમાં તે સમયના ગુજરાતની અનેક પ્રમુખ વ્યક્તિઓનો ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org