________________
४४८
જેન કાવ્યસાહિત્ય
અહીં ઈતિહાસના નિર્માણમાં પુષ્યિકાલેખોના ઉપયોગનું એક ઉદાહરણ રજૂ કરીએ છીએ.
ગૂર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના નામ સાથે પ્રબન્ધો તથા લેખોમાં સિદ્ધચક્રવર્તી, ત્રિભુવનગંડ, અવન્તીનાથ વગેરે બિરુદ જોડાયેલાં મળે છે. આ વિશેષણો શા માટે લાગ્યાં અને એમનો ક્રમ શું છે તેની વિગત ગ્રન્થોમાં મળતી નથી. શિલાલેખ અને તામ્રપત્ર પણ તે જણાવવામાં સમર્થ નથી. પરંતુ તેમનો પ્રામાણિક આધાર આ પુષ્યિકાલેખોમાં મળે છે.
સં. ૧૧૫૭માં લખાયેલી નિશીથચૂર્ણિ પુસ્તકમાં લિપિકારે લિપિબદ્ધ કરવાના સમયનો નિર્દેશ કરતાં “શ્રીનવિષે એવો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. ઈતિહાસ દ્વારા આપણે જાણીએ છીએ કે તે વખતે જયસિંહ નાનો હતો અને તેથી તેના વતી તેની માતા મીનળદેવી રાજ્ય ચલાવતી હતી. તે સમયે તેના પરાક્રમનો પ્રારંભ થયો ન હતો. સં. ૧૧૬૪માં લખાયેલી “જીવસમાસવૃત્તિની પુષ્યિકામાં તે નરેશને “સમસ્તર/ગોવનવિનિત મહારગાધરીન પરમેશ્વર શ્રી નલિદ વ' વગેરે બિરુદોથી યુક્ત લખ્યા છે. તેથી જાણવા મળે છે કે તે સમયે તે રાજતંત્રને સ્વતંત્રપણે ચલાવી રહ્યા હતા. સં. ૧૧૬૬માં લખાયેલી “આવશ્યકસૂત્ર'ની પુષ્યિકામાં તે નરેશને મહારાજાધિરાજની સાથે “મૈલોક્યગંડ' વિશેષણ આપવામાં આવ્યું છે. આ તે રાજાના, “બર્બર' નામના રાજાને જીતવાના પરાક્રમને સૂચવે છે. સં. ૧૧૭૯માં લખાયેલી “પંચવાસ્તુક ગ્રંથની પુષ્યિકામાંથી જાણવા મળે છે કે તેનો મહામાત્ય શાસ્તુક હતો અને ત્યાર પછી તે જ વર્ષમાં લખાયેલી ઉત્તરાધ્યયનસૂત્ર'ની પુષ્યિકામાં જયસિંહનું બિરુદ “સિદ્ધચક્રવર્તી આપવામાં આવ્યું છે અને મહામાત્યનું નામ આશુક આપ્યું છે. લાગે છે કે તે વખતે શાન્તકે નિવૃત્તિ લઈ લીધી હતી.
આમ ગુજરાતના અન્ય રાજાઓનો ઈતિહાસ લખવામાં આ પુધ્ધિકાલેખોનો પ્રયોગ ઉપયોગી પુરવાર થયો છે.
૧. જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ (સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૧૮), પૃ. ૧૯. ૨. એજન, પૃ. ૧૦૦ ૩. એજન ૪. એજન, પૃ. ૬૫ ૫, એજન, પૃ. ૧૦૧; અમે અમારા ગ્રન્થ “પોલિટિકલ હિસ્ટ્રી ઓફ નોર્ધન ઈન્ડિયામાં આ
જાતની અન્ય પુષ્પિકાઓનો ઉપયોગ કરીને ઈતિહાસનું નિર્માણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org