________________
ઐતિહાસિક સાહિત્ય
હસ્તલિખિત પ્રતિઓ ભેટ આપી હતી. ગરે પોતાના ભાઈ પરબત સાથે મળીને ૧૫૯૧માં સંડેરમાં એક જ્ઞાનભંડાર બનાવ્યો હતો. ડૂંગરનો પુત્ર કાન્હા થયો.
આ રીતે આ પ્રશસ્તિમાં એક ધનાઢ્ય કુટુંબના ૩૦૦ વર્ષ સુધીનો સંક્ષિપ્ત ઈતિહાસ આપવામાં આવ્યો છે. સં. ૧૩૭૭માં અને ૧૪૬૮માં ગુજરાતમાં મોટો દુકાળ પડ્યો હતો. આ વાતની જાણ આ પ્રશસ્તિથી થાય છે. સં. ૧૩૬૦માં કર્ણદેવનું રાજ્યશાસન બહુ દૂર સુધી હતું, આ વાતની જાણ પણ આ પ્રશસ્તિથી થાય છે. પેથડ શેઠે કાઢેલા સંઘનું વર્ણન તત્કાલીન રચના પેથડરાસમાં મળે છે અને તેનાથી બે વર્ષ પછી લખાયેલી પ્રશસ્તિનાં વર્ણનોની પુષ્ટિ થાય છે.
આ જાતની અન્ય પ્રશસ્તિઓમાંથી ઘણી ઐતિહાસિક વાતો જાણી શકાય
છે.
આ પુસ્તકપ્રશસ્તિઓ દ્વારા શ્રીમાલ, પોરવાડ, ઓસવાલ, ડીસાવાલ, પલ્લીવાલ, મોઢ, વાયડા, ધાકડ, હૂંબડ, નાગર વગેરે ગુજરાત, મધ્ય ભારતની પ્રધાન વૈશ્ય જાતિઓ અને કુટુંબોનો પ્રામાણિક પરિચય મળી જાય છે.
પુસ્તકપ્રશસ્તિનો એક પ્રકાર લિપિકારપ્રશસ્તિ છે, તેનું પણ ઘણું મહત્ત્વ છે. પ્રાચીન સમયમાં ગ્રન્થો તાડપત્ર ઉપર લખાતા હતા. તાડપત્રને વૃક્ષ ઉપરથી લાવી બહુ જ શ્રમ અને સમય ખર્ચી તૈયાર કરવામાં આવતાં હતાં. તેના માટેની શાહી બનાવવાની પ્રક્રિયા જુદી રહેતી હતી. લહિયાઓ અને નકલ કરનારાઓનો એક વર્ગ હતો. તેમાં અનેક વિદ્વાનો, પંડિતો અને રાજ્યાધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. કાયસ્થ, નાગર અને કેટલીક વાર જૈન લહિયાઓ પણ કામ કરતા હતા. પાટણ વગેરે ભંડારોમાં તાડપત્ર ઉપર લખેલાં પુસ્તકો છે. તેમાંથી કેટલાંય મંત્રી કે મંત્રીપુત્રના હાથે લખાયેલાં છે તો કેટલાંય દંડનાયક અને આક્ષપટલિકના હાથે લખાયેલાં છે. અધિકાંશ જૈન યતિઓ લેખનક્લામાં પ્રવીણ હતા અને પોતાના ઉપયોગ માટે ઘણાં પુસ્તકો લખતા હતા. મોટા મોટા આચાર્યો પણ નિયમિત લેખનકાર્ય કરતા રહેતા હતા. લહિયાઓ પોતાના હાથે લખાયેલા ગ્રન્થોના અંતે લખવાનો સમય, સ્થાન, પોતાનું નામ વગેરેનો ઉલ્લેખ પાંચદસ પંક્તિઓમાં કરતા હતા. આ લેખોને પુષ્પિકાલેખ પણ કહે છે. આ પુષ્પિકાલેખોમાં અનેક રાજા, રાજસ્થાન, સમય, પદવી, અમાત્ય વગેરે પ્રધાન રાજ્યાધિકારીઓના વિશે તથા બીજી ઐતિહાસિક બાબતો વિશે ઉલ્લેખો મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
૪૪૭
www.jainelibrary.org