________________
૪૫૨
વચ્ચે ૪૭૦ વર્ષનો ગાળો બતાવ્યો છે. તેમાં પ્રસિદ્ધ આચાર્ય કાલક તથા જિનભદ્ર અને હરિભદ્રનું પણ વર્ણન ક૨વામાં આવ્યું છે. તેનાથી ગુજરાતના અનેક રાજાઓના રાજ્યકાલની માહિતી મળે છે.
જૈન કાવ્યસાહિત્ય
તેની રચના પ્રસિદ્ધ ગ્રન્થ પ્રબન્ધચિન્તામણિના કર્તા મેરુત્તુંગે કરી છે. ગણધરસાર્ધશતક
આમાં ૧૫૦ ગાથાઓ છે. તેમાં ખરતરગચ્છના આચાર્યોનું જીવનવૃત્ત આપ્યું છે. તેની રચના જિનવલ્લભસૂરિના શિષ્ય જિનદત્તસૂરિએ (વિ.સં.૧૨૧૧થી પહેલાં) કરી હતી. તેમાં લખ્યું છે કે વર્ધમાનસૂરિના શિષ્ય અને પટ્ટધર જિનેશ્વરસૂરિને ખરતરની ઉપાધિ આપવામાં આવી હતી, તેથી ગચ્છનું નામ ખરતર થઈ ગયું.
જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ સં. ૧૨૯૫માં આના ઉપર ૬૦૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ વૃત્તિ લખી છે. મૂલ અને વૃત્તિ બન્નેને પટ્ટાવલી પણ કહેવામાં આવે છે. આ બન્ને ઉપર સર્વરાજગણની ટીકા અને પદ્મમન્દિરગણિની વૃત્તિ (સં.૧૬૪૬) પણ મળે છે.
ખરતરગચ્છબૃહદ્ગુર્વાલિ
ર
આ ગ્રન્થ ૪૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં વિક્રમની અગીઆરમી સદીના પ્રારંભમાં થયેલા આચાર્ય વર્ધમાનસૂરિથી લઈને ચૌદમી સદીના અંતે થયેલા જિનપદ્મસૂરિ સુધીના ખરતરગચ્છના મુખ્ય આચાર્યોનાં વિસ્તૃત ચરિતો વર્ણવાયાં છે. ગુર્વાવલ અર્થાત્ ગુરુપરંપરાનાં આટલાં વિસ્તૃત અને વિશ્વસ્ત ચરિતોનું વર્ણન કરનારો આવો કોઈ બીજો ગ્રન્થ આજ સુધી જાણ્યો નથી. આમાં પ્રત્યેક આચાર્યનું જીવનચરિત્ર ઘણું વિસ્તારથી આપ્યું છે. કયા આચાર્યે ક્યારે દીક્ષા લીધી, ક્યારે આચાર્યપદવી મેળવી, કયા કયા પ્રદેશમાં વિહાર કર્યો, ક્યાં ક્યાં ચોમાસાં કર્યાં, કયાં કયાં સ્થાનોએ કેવો ધર્મપ્રચાર કર્યો, કેટલાં શિષ્યશિષ્યાઓને દીક્ષા આપી, કયા કયાં વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થ યા વાદવિવાદ કર્યો, કયા રાજાની સભામાં કેવું સમ્માન મેળવ્યું, ઈત્યાદિ અનેક જરૂરી વાતોનું આ ગ્રન્થમાં ઘણી જ વિશદ
૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૩ અને ૨૩૨ (v-vi); હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૬; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, ભાગ ૨૭ના પરિશિષ્ટમાં પ્રકાશિત,
૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૧; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, મુંબઈ, વિ.સં. ૨૦૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org