________________
ઐતિહાસિક સાહિત્ય
૪૫૩
રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત, મેવાડ, મારવાડ, સિંધ, વાગડ, પંજાબ અને બિહાર વગેરે દેશોમાં, અનેક ગામોમાં રહેનાર સેંકડો ધર્મિષ્ઠ અને ધનિક શ્રાવકશ્રાવિકાઓનાં કુટુંબોનો અને વ્યક્તિઓનો નામોલ્લેખ મળે છે, સાથે સાથે જ તેમણે ક્યાં કેવી રીતે પૂજા-પ્રતિષ્ઠા અને સંઘોત્સવ વગેરે ધર્મકાર્યો કર્યા, એનું નિશ્ચિત વિધાન મળે છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ગ્રન્થ વિશિષ્ટ પ્રકારની એક અનોખી કૃતિ છે. તેમાં રાજસ્થાનના અનેક રાજવંશો સંબંધી ઈતિહાસસામગ્રી, રાજકીય હિલચાલ અને ઉપદ્રવ તથા ભૌગોલિક વાતો આપવામાં આવી છે. ૧
કતો – પ્રસ્તુત ગુર્નાવલિમાં સં. ૧૩૦પ આષાઢ શુ. ૧૦ સુધીનો વૃત્તાન્ત તો શ્રી જિનપતિસૂરિના વિદ્વાન શિષ્ય શ્રી જિનપાલોપાધ્યાયે દિલ્હીનિવાસી શેઠ સાહુજીના પુત્ર હેમચન્દ્રની અભ્યર્થનાથી સંકલિત કર્યો છે. તે પછીનો વૃત્તાન્ત પણ પટ્ટધર આચાર્યોની સાથે રહેનારા વિદ્વાન મુનિઓ દ્વારા લખાયો હોય એમ જણાય છે. તેની એક પ્રતિ ૮૬ પત્રોની છે અને ૧૫-૧૬મી સદીમાં લખાયેલી બીકાનેરના ક્ષમાકલ્યાણ જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં સં. ૧૩૧૩ સુધીનો ઈતિહાસ વર્ણવાયો છે. ૨ વૃદ્ધાચાર્યપ્રબન્દાવલિ
ગુર્નાવલિના રૂપમાં આ કૃતિ પ્રાકૃત ભાષામાં છે. તેમાં વર્ધમાનસૂરિથી લઈને જિનપ્રભસૂરિ સુધીના દસ આચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. જિનપ્રભસૂરિ વિવિધતીર્થકલ્પ વગેરે અનેક ગ્રન્થોના પ્રણેતા છે. તે પોતાના સમયમાં ખૂબ પ્રભાવશાળી અને પ્રતિભાસમ્પન્ન આચાર્ય હતા. તેમનું સન્માન દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલક કરતા હતા, આ વાત કેટલીય પટ્ટાવલીઓ અને પ્રબન્ધાત્મક
૧. સિંઘી જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત ઉક્ત ગ્રન્થની ભૂમિકામાં પૂ. ૬-૧૨માં આ ગુર્વાવલિના
ઐતિહાસિક મહત્ત્વને દર્શાવતો શ્રી અગરચન્દ નાહટાનો લેખ પ્રકાશિત છે. ૨. તેના પછી ઈતિહાસ જાણવા માટે આપણને કોઈ પણ આ કોટિની ગુર્વાવલિ ઉપલબ્ધ
નથી પરંતુ શૃંખલાબદ્ધ ઈતિહાસ લખવાની પ્રથા ઉત્તરકાળે બરાબર ચાલુ રહી છે. સં. ૧૮૬૦ની એક સૂચી અનુસાર જેસલમેરના સુપ્રસિદ્ધ જૈન જ્ઞાનભંડારમાં તે સમયે ૩૧૨
પત્રોની એક ગુર્નાવલિ વિદ્યમાન હતી. ૩. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, પૃ. ૮૯-૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org