________________
ઐતિહાસિક સાહિત્ય
૪૪૯
પટ્ટાવલી અને ગુર્નાવલિ
જેમ બ્રાહ્મણો અને ઉપનિષદોના સમયમાં અધ્યેતાઓ બ્રહ્માથી લઈને માત્મfમરધીત' સુધીના વિદ્યાવંશનું સ્મરણ કરતા હતા તેમ જૈનો પણ શ્રમણ ભગવાન મહાવીરથી શરૂ કરીને તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં કાલાન્તરના આચાર્યોની ગુરુશિષ્ય પરંપરા દ્વારા પોતાના વિદ્યાવંશની પૂરી નોધ રાખતા હતા. તેથી જૈન સંઘ એ જીવિત સંસ્થા બની રહ્યો. જેમ શાસક રાજાઓની વંશાવલી ચાલતી હતી તેમ ધર્મશાસક આચાર્યોની હતી.૧
જૈન સંઘના સંગઠનની મૂલ રેખા કલ્પસૂત્રમાં મળે છે. તેમાં મળતી પટ્ટાવલી અને સ્થવિરાવલીનું સમર્થન મથુરાના કંકાલીટીલામાંથી પ્રાપ્ત પહેલી-બીજી સદીના પ્રતિમાલેખોથી થાય છે. ત્યાંનો શક્તિશાળી સંઘ સમસ્ત ઉત્તરાપથમાં પ્રખ્યાત હતો. કાલાન્તરે સંઘનું એક પ્રાન્તીય સંગઠન ધીરે ધીરે વધતું ગયું.
આગમોમાં બીજી પટ્ટાવલી નન્ટિસૂત્રગત સ્થવિરાવલી છે, તેની રચના આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કરી હતી. આ ૪૩ ગાથાઓની છે. તેમાં અનુયોગધરોની અર્થાત સુધર્માથી દેવર્ધિગણિ સુધીની પટ્ટાવલી આપવામાં આવી છે.
મહાવીર પછી જૈન સંઘમાં સંપ્રદાયભેદનાં કારણોનું સંકલન તો વિભિન્ન ગ્રન્થોમાં કરવામાં આવ્યું છે પરંતુ તે સંબંધી ઈસ્વી સનની પ્રારંભિક સદીઓના દિગંબર-શ્વેતાંબર સંપ્રદાયભેદનાં અધઐતિહાસિક ઉપાખ્યાન આપણને હરિભદ્ર અને શાન્તિસૂરિની ટીકાઓમાં મળે છે, તેમાં બોટિક મતની ઉત્પત્તિ આપવામાં આવી છે અને તેવી જ રીતે હરિષણના બૃહત્કથાકોશમાં, દેવસેનના દર્શનસારમાં (વિ.સં.૯૯૯), દ્વિતીય દેવસેનના ભાવસંગ્રહમાં તથા રત્નનદિના ભદ્રબાહુચરિતમાં શ્વેતાંબર સંઘની ઉત્પત્તિની કથા આપી છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૮-૧૦૯માં ગુર્નાવલિઓની તથા પૃ. ૨૩૨માં પટ્ટાવલીઓની
સૂચી આપવામાં આવી છે. ૨. પટ્ટાવલી પટ્ટધરાવલીનું સંક્ષિપ્ત રૂપ છે. પટ્ટનો અર્થ આસન યા સમ્માનનું સ્થાન છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ કહે છે. આ પટ્ટ ઉપર આસીન ગુરુઓને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org