________________
४४६
જેન કાવ્યસાહિત્ય
અને ભૌગોલિક પરિસ્થિતિઓના જ્ઞાન માટે આ પ્રશસ્તિઓ બહુ ઉપયોગી છે.
ઉદાહરણ તરીકે એક પ્રશસ્તિનો પરિચય અહીં આપીએ છીએ.
સંડેર ગ્રામમાં રહેનારા પરબત અને કોન્ડ નામના બે ભાઈઓએ સં. ૧પ૭૧માં સેંકડો ગ્રન્થો પોતાના ખર્ચે લખાવીને એક મોટા જ્ઞાનભંડારની
સ્થાપના કરી હતી. તેમના આ કાર્યને દર્શાવનારી ૩૩ પદ્યોની એક પ્રશસ્તિ તેમના દ્વારા લખાવવામાં આવી અને પ્રત્યેક પુસ્તકના અંતે જોડવામાં આવી. પૂના, ભાવનગર, પાટણ અને પાલીતાણાના જૈન ભંડારોની હસ્તપ્રતિઓમાં આ પ્રશસ્તિ મળે છે. તેનો પરિચય અહીં નીચે આપીએ છીએ.
પૂર્વકાળે સંડેર ગામમાં પોરવાડ જાતિના આભૂ નામના શેઠ રહેતા હતા. તેમની ચોથી પેઢીએ ચંડસિંહ નામનો પુરુષ થયો. તેને સાત પ્રતાપી પુત્રો હતા. આ પુત્રોમાં સૌથી મોટો પેથડ હતો. પેથડને તે સ્થાનના જાગીરદાર સાથે કોઈ કારણસર ઝઘડો થયો અને તેથી તેણે તે સ્થાન છોડ્યું અને બીજા નામના ક્ષત્રિય વીરની સહાયતાથી તેણે બીજાપુર નામનું એક નવું જ નગર વસાવ્યું. તે નવા ગામમાં રહેવા આવનાર લોકો પાસેથી ફાળો ભેગો કરી તેણે એક જૈનમંદિરનું નિર્માણ કર્યું અને ત્યાં પિત્તળની મહાવીર જિનની મોટી વિશાળ મૂર્તિ સ્થાપિત કરી. પેથડે આબૂ ઉપર વસ્તુપાલતેજપાલ નિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. કર્ણદેવે બધેલા (વાઘેલા)ના રાજયમાં સં. ૧૩૬૦માં પોતાના છ ભાઈઓ સાથે તેણે શત્રુંજય, ગિરનાર વગેરેની યાત્રા માટે એક સંઘ કાઢ્યો. તે પછી તેણે બીજી વાર છ ભાઈઓ સાથે આ તીર્થોની સંઘ કાઢી યાત્રાઓ કરી. સં. ૧૩૭૭માં ગુજરાતમાં મોટો ભીષણ દુકાળ પડ્યો. તે સમયે તેણે લાખો દીનજનોને અન્નદાન કરીને તેમના પ્રાણ બચાવ્યા. હજારો સુવર્ણ મહોરો ખર્ચીને તેણે ચાર જ્ઞાનભંડારોની સ્થાપના કરી. આ પેથડથી ચોથી પેઢીએ મંડલિક નામનો પુરુષ થયો. તેણે અનેક મંદિરો, ધર્મશાળાઓ વગેરે ધર્મસ્થાનો બંધાવ્યા. સં. ૧૮૬૮માં જયારે દુકાળ પડ્યો ત્યારે તેણે લોકોને ખૂબ અન્ન આપી સુખી કર્યા. સં. ૧૪૭૭માં મોટો સંઘ કાઢી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી. તેને ઠાઈઆ નામનો પુત્ર હતો. ઠાઈઆને વિજિતા નામનો પુત્ર થયો. આ વિજિતાને ત્રણ પુત્ર હતા – પરબત, ડુંગર અને નરબંદ. પરબત અને વૃંગર બન્ને ભાઈઓએ મળીને સં. ૧૫૫૯માં એક વિદ્વાનને ઉપાધ્યાય પદવી દેવાના પ્રસંગે મોટો ઉત્સવ કર્યો હતો. સં. ૧૫૬૦માં જીરાવલા અને આબૂ વગેરે તીર્થોની યાત્રા કરી હતી. ગંધાર બંદરમાં જઈ ત્યાંના ઉપાશ્રયોને કલ્પસૂત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org