________________
૪૪૨
જેન કાવ્યસાહિત્ય
૧૦મી સદીથી પહેલાંના કેટલાક જ હસ્તલિખિત ગ્રંથો એવા મળે છે જેમાં પ્રથમ પ્રકારની પ્રશસ્તિઓ (ગ્રન્થકારપ્રશસ્તિઓ) છે. ભારતીય ઈતિહાસ વિશે છૂટીછવાઈ માહિતીને એકઠી કરવામાં જૈન ગ્રન્થકારોની પ્રશસ્તિઓ મહત્ત્વપૂર્ણ સ્રોત મનાઈ છે. જો તેમને ઉચિત રીતે એકઠી કરવામાં આવે અને પ્રતિમાલેખોની સાથે – જે પ્રતિમાલેખો મોટી સંખ્યામાં ઉત્કીર્ણ મળ્યા છે અને પ્રકાશિત પણ થયા છે તેમની સાથે – તથા અન્ય અભિલેખો સાથે તેમનું અધ્યયન કરવામાં આવે તો કેવળ નવાં તથ્યો જ પ્રકાશમાં આવશે એમ નહિ પરંતુ તે ઉપરાંત સુજ્ઞાત તથ્યોની વચ્ચેનો પરસ્પર સંબંધ પણ સ્પષ્ટ થશે અને તિથિક્રમના આપણા અધ્યયનમાં આપણને બહુ જ સારાં ફળો પણ પ્રાપ્ત થશે. સમકાલીન રેકર્ડ હોવાથી આ પ્રશસ્તિઓ દેશના રાજનૈતિક અને સામાજિક ઈતિહાસના નિર્માણ માટે પણ મહત્ત્વપૂર્ણ સ્રોત છે. તેમાંથી તત્કાલીન ધાર્મિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો પણ પરિચય મળે છે. પુસ્તકપ્રશસ્તિઓ આપણને દાનદાતા, તેમના પરિવાર, વંશાવલી, જાતિ અને ગોત્ર વગેરેની માહિતી આપે છે. તે ઉપરાંત તે પુસ્તકપ્રશસ્તિઓમાંથી ભૂગોળની પણ સામગ્રી મળે છે. મધ્યકાલીન જૈનાચાર્યોના પારસ્પરિક વિદ્યાસંબંધો, ગચ્છો સાથે તેમના સંબંધો, તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર, જ્ઞાનપ્રસાર માટે તેમણે કરેલા પ્રયત્નો વગેરેની પૂરતી સામગ્રી પણ મળે છે. શ્રાવકોની જાતિઓના વિકાસ અને નિકાસ ઉપર પણ તેઓ સારો પ્રકાશ પાડે છે.
ગ્રન્થકારપ્રશસ્તિઓના મહત્ત્વને અમે પહેલાં જ ગ્રન્થોના પરિચયની સાથે સાથે સૂચવતા ગયા છીએ. અમે કુલવયમાલા, હરિવંશપુરાણ, ઉત્તરપુરાણ, હરિષણકથાકોશ વગેરેની પ્રશસ્તિઓના મહત્ત્વને યથાસ્થાને દર્શાવેલ છે. તેમના મહત્ત્વને ફરીથી અહીં વિસ્તારપૂર્વક વર્ણવવાનો અવકાશ નથી. તો પણ અહીં અમે બેચાર અન્ય પ્રશસ્તિઓનું વિવરણ રજૂ કરીએ છીએ. મુનિસુવ્યસામિચરિયની પ્રશસ્તિ
સં. ૧૧૯૩માં રચાયેલા ઉક્ત કાવ્યમાં હર્ષપુરીયગચ્છના શ્રીચન્દ્રસૂરિએ લગભગ ૧૦૦ પધાની એક મોટી પ્રશસ્તિ આપી છે. આ પ્રશસ્તિમાં ગ્રન્થકારે પોતાના દાદાગુરુ અને ગુરુના ગુણોનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શાકંભરીનરેશ પૃથ્વીરાજ, ગ્વાલિયરનરેશ ભુવનપાલ, સૌરાષ્ટ્રના રાજા ખેંગાર અને અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહ વગેરેનો ઉલ્લેખ છે. તે વખતે પાટણનો એક સંઘ ગિરનાર તીર્થની યાત્રા માટે ગયો અને વનથલીમાં તેણે પડાવ નાખ્યો. તે સંઘમાં આવેલા લોકોનાં આભૂષણો વગેરે જોઈ સોરઠનરેશનું મન ૧. ગ્રંથનો પરિચય પૃ. ૮૭ ઉપર આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org