________________
४४०
જેન કાવ્યસાહિત્ય
૧૦૪માં નાગેન્દ્રગચ્છના આચાર્યોનું વર્ણન છે અને પ્રશસ્તિકર્તા તથા તેમના ગુરુનું પણ વર્ણન છે.
નરેન્દ્રપ્રભસૂરિની બીજી વસ્તુપાલપ્રશસ્તિ' ૩૭ પદ્યોવાળી મળે છે. તેમાં રાજા વિરધવલ અને બન્ને ભાઈઓની કીર્તિને વર્ણવવામાં આવી છે. તેમાં કોઈ પણ
ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ નથી. - ઉક્ત બન્ને પ્રશસ્તિઓના રચનાર નરેન્દ્રપ્રભસૂરિ વસ્તુપાલના સમયના એક વિદ્વાન મુનિ હતા. તેમણે પોતાના ગુરુ નરચન્દ્રસૂરિની આજ્ઞાથી વસ્તુપાલની પ્રીત્યર્થ અલંકારમહોદધિકારિકા અને વૃત્તિની રચના સં. ૧૨૮૨માં કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં “કાકુલ્થકેલિનાટક ૧૫૦૦ શ્લોકપ્રમાણનો ઉલ્લેખ મળે છે. ધાર્મિક વિષયો ઉપર તેમની વિવેકપાઇપ અને વિવેકકલિકા નામની બે રચનાઓ મળે છે. નરેન્દ્રપ્રભસૂરિ વસ્તુપાલ સાથે શત્રુજયયાત્રામાં ગયા હતા અને તેમણે ૩૭૦ પદ્યોની પ્રશસ્તિ યાત્રાનો પ્રારંભ થતાં જ રચી અને બીજી પ્રશસ્તિ યાત્રાની સમાપ્તિ થતાં શત્રુંજય ઉપર રચી. ૩. વસ્તુપાલપ્રશસ્તિ
ચાર પદ્યોની એક પ્રશસ્તિ વસ્તુપાલના પરમ મિત્ર યશોવરે રચેલી મળી છે. તેમાં વસ્તુપાલના ગુણોનું કીર્તન માત્ર છે, ઐતિહાસિક વાત કોઈ પણ નથી.
યશોવીર વસ્તુપાલનો અંતરંગ મિત્ર હતો. સમકાલીન કવિ સોમેશ્વરે બન્ને મિત્રોને સરસ્વતીના બે પુત્રો કહીને પ્રશંસા કરી છે. જયસિંહસૂરિના હમ્મીરમદમર્દન નાટકમાં (અંક ૨, શ્લોક ૪૮) કહ્યું છે કે વસ્તુપાલ યશોવરને પોતાના મોટા ભાઈ જેવો આદર આપતા હતા. પ્રબન્ધોમાં યશોવરે રચેલાં કેટલાંય પદ્યોનો ઉલ્લેખ મળે છે. તેથી જાણવા મળે છે કે તે સારા સંસ્કૃત કવિ હતા, જો કે તેમની
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૮૪ ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથમાં પૃ. ૩૦૩-૩૩૦માં પ્રકાશિત મુનિ પુણ્યવિજયજીનો લેખ “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખોમાં પ્રશસ્તિલેખાંક ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org