________________
૪૩૮
જેન કાવ્યસાહિત્ય
પ્રશંસા કરવામાં આવી છે. તે પછી પદ્ય ૧૬ ૨-૭૭માં કર્તાએ વસ્તુપાલે નિર્માણ કરાવેલાં ધાર્મિક અને લૌકિક ભવનોને ગણાવ્યાં છે અને અત્તે પદ્ય ૧૭૮માં પ્રશસ્તિના કર્તાનું નામ અને ૧૭૯માં આશીર્વચન આપવામાં આવેલ છે.
આ પ્રશસ્તિના કર્તા ઉદયપ્રભસૂરિ છે. તેમનો પરિચય ધર્માસ્યુદયકાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. કવિએ આ પ્રશસ્તિને શત્રુંજય પર્વત ઉપર આદિનાથના મંદિરમાં કોઈ સ્થાને શિલાપટ્ટ ઉપર ઉત્કીર્ણ કરાવવા માટે રચી હતી.
ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલે તંભતીર્થમાં નિર્માણ કરાવેલા ઉપાશ્રયની પણ એક પ્રશસ્તિ રચી છે. આમાં ૧૯ પદ્ય છે અને કેટલોક ભાગ ગદ્ય છે. આમાં નિર્માતા વસ્તુપાલ અને તેમના ગુરુનું વંશવૃક્ષ છે તથા તેમની પ્રશંસા છે. તે સિવાય બીજું કંઈ નથી. આ જ આચાર્યની ૩૩ પદ્યોની સંગ્રહરૂપ એક વસ્તુપાલપ્રશસ્તિમળે છે. આ કોઈ ઘટનાવિશેષ ઉપર યા કોઈ સુકૃતની સ્મૃતિમાં રચવામાં આવી લાગતી નથી, પરંતુ ભિન્ન ભિન્ન અવસરો ઉપર વસ્તુપાલની પ્રશંસા ઉપર રચવામાં આવેલાં પદ્યોનાં સંગ્રહરૂપ છે. આ પદ્યો ઘણા જ સરસ છે.' ઉદયપ્રભસૂરિકૃત ૫ પદ્યોનો એક અન્ય પ્રશસ્તિલેખ પણ મળે છે. તેમાં નેમિનાથ અને આદિનાથ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરતા વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતાને દર્શાવી તેમના દીર્ધાયની કામના કરવામાં આવી છે. આ વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ - ૭૭ પદ્યોમાં રચાયેલું આ કીર્તિકાવ્ય છે. ભૃગુકચ્છના શકુનિવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં નાની દેવકુલિકાઓ ઉપર તેજપાલે સ્વર્ણ ધ્વજદંડ ચઢાવ્યા તેની સ્મૃતિમાં આ કાવ્ય રચાયું છે. તેમાં અન્ય પ્રશસ્તિઓની જેમ જ ચૌલુક્ય રાજાઓનું વર્ણન પદ્ય ૪-૩૧માં તથા બઘેલાઓનું (વાઘેલાઓનું) વર્ણન ૩૨-૩૮ પદ્યોમાં તથા દાતા વસ્તુપાલ-તેજપાલનું વંશવૃક્ષ પદ્ય ૩૯-૫૧માં અને
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૮૨. ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થમાં પૃ. ૩૦૩-૩૩૦ ઉપર પ્રકાશિત મુનિ પુણ્યવિજયજીનો લેખ “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા
પ્રશસ્તિલેખો'માં પ્રશસ્તિક્રમાંક ૨. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૪૫; ગાયકવાડ પ્રાપ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦(વડોદરા, ૧૯૨૦)માં હમ્મીરમદમર્દન નાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org