________________
ઐતિહાસિક સાહિત્ય
४३७
તત્કાલીન રાજા ન હોય તો તે પ્રશસ્તિમાં તત્કાલીન રાજા વિશે કંઈ ને કંઈ ઉલ્લેખ કરી દેવામાં આવે છે. પછી દાનનું વર્ણન કરવામાં આવે છે અને પછી શેના માટે અને શી શરતોથી દાન કરવામાં આવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓમાં નિર્માતા શિલ્પીનું, પ્રતિષ્ઠા કરાવનાર ગુરુનું, પ્રશસ્તિના રચનાર કવિનું, તામ્ર યા શિલા પર લખનાર લેખકનું અને તેને ઉત્કીર્ણ કરનાર ત્વષ્ટાનું નામ આપવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓ(શિલાલેખો અને તાપ્રલેખો)ની જેમ જ ગ્રન્થપ્રશસ્તિઓ યા સ્વતંત્ર કાવ્યાત્મક પ્રશસ્તિઓ મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય છે - ફેર માત્ર એટલો જ છે કે આ પ્રશસ્તિઓ અલ્પસ્થાયી કાગળ કે તાડપત્ર ઉપર લખાયેલી મળે છે, જ્યારે સ્થાપત્યપ્રશસ્તિઓ દીર્થસ્થાયી પાષાણ કે ધાતુ ઉપર ઉત્કીર્ણ મળે છે. જ્યાં સુધી ઐતિહાસિક દષ્ટિએ રચના અને વિવરણની વાત છે ત્યાં સુધી બન્ને એકસમાન છે.
સ્વતન્ત કાવ્યાત્મક પ્રશસ્તિઓના પરિચયક્રમમાં અમે પહેલાં જ ઐતિહાસિક કાવ્યોની પહેલાં પ્રાચીનતાની દષ્ટિએ ગુણવચનદ્વાત્રિશિકા નામની એક પ્રશસ્તિનો પરિચય આપી દીધો છે. કેટલીક બીજી ઉપલબ્ધ પ્રશસ્તિઓનો પરિચય પણ અહીં આપીએ છીએ. વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃતોની સ્મારક પ્રશસ્તિઓ
વસ્તુપાલ-તેજપાલ વિશેની નાની મોટી અનેક પ્રકારની પ્રશસ્તિઓ મળે છે. પ્રથમ પ્રશસ્તિ છે : સુકતકીર્તિકલ્લોલિની
૧૭૯ શ્લોકોની લાંબી આ પ્રશસ્તિ છે, તે વસ્તુપાલનાં સુકૃતોની પરિચાયક સ્તુતિકથા જ છે. આમાં તે વાતોનું સંક્ષિપ્ત વર્ણન છે જેમનું વર્ણન અરિસિંહના કાવ્ય સુકૃતસંકીર્તનમાં પણ છે.
પરંપરાનુસાર મંગલાચરણ પછી પદ્ય ૯-૧૮માં ચાવડા વંશના રાજાઓના શૌર્યનું વર્ણન છે, ત્યાર બાદ ૧૯-૬૯ પદ્યોમાં ચૌલુક્ય નૃપોનું વર્ણન, તે પછી ૭૦-૯૭ પદ્યોમાં વીરધવલ અને તેના પૂર્વજોની પ્રશંસા કરવામાં આવી છે. વસ્તુપાલનું વંશવૃક્ષ, તેનો મંત્રિત્વકાલ અને તેના પરિવારની પ્રશંસા ૯૮-૧૩૭ પદ્યોમાં છે. પદ્ય ૧૩૮-૧૪૦ વસ્તુપાલનાં શૌર્યકાર્યોનું વર્ણન કરે છે અને પદ્ય ૧૪૧-૧૪૯ વસ્તુપાલની સંઘયાત્રાઓનું વર્ણન કરે છે. પદ્ય ૧૫૦-૧૫૭માં નાગેન્દ્રગચ્છના આચાર્યોની પટ્ટાવલી આપી છે. પદ્ય ૧૫૮-૬૧માં વિજયસેનસૂરિની ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૩; ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦(વડોદરા, ૧૯૨૦)માં હમ્મીરમદમર્દન નાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org