________________
૪૩૬
જૈન કાવ્યસાહિત્ય
ઈતિહાસના સંયોજનમાં ઘણી સામગ્રી પૂરી પાડે છે. વૈદિક સાહિત્ય અંતર્ગત બ્રાહ્મણો અને ઉપનિષદોમાં “ગાથા નારાશંસી' અર્થાત પ્રસિદ્ધ વિર વ્યક્તિઓની પ્રશંસાનાં ગીતોનો બહુ વાર ઉલ્લેખ મળે છે. આ ગીતો ત્રસ્વેદની દાનતુતિઓ અને અથર્વવેદનાં અનેક સૂક્તો સાથે સમ્બદ્ધ છે અને પશ્ચાત્કાલીન વીર ગાથાઓમાં વર્ણવાયેલી શૌર્ય ઘટનાઓનું પ્રાગૃપ પણ છે. તેમનો વિષય યોદ્ધાઓ અને નરેશોનાં ગૌરવમય કાર્યોનું વર્ણન જ છે. કાલાન્તરે આ જ ગાથાઓ કોઈ એક વ્યક્તિવિશેષ અથવા ઘટનાવિશેષને લઈને બહુ મોટા મહાકાવ્યોમાં વિકાસ પામી.
પછીના સમયમાં ગુપ્તયુગની આસપાસ આ પ્રશસ્તિઓ આપણને ઉત્કીર્ણ લેખોના રૂપમાં તથા સ્વત– ગુણવચનના રૂપમાં પણ મળે છે. સમુદ્રગુપ્ત વિશેની હરિષણપ્રશસ્તિ અલ્હાબાદના એક સ્તંભ ઉપર મળી છે. સ્કંદગુપ્તનો ગિરનારશિલાલેખ અને મન્દસોરના સૂર્યમંદિરની વત્સભદ્રિપ્રશસ્તિ પણ આ પ્રકારની છે. સિદ્ધસેન દિવાકરકૃત ગુણવચનદ્વાત્રિશિકા ઉત્કીર્ણ લેખ ન હોવા છતાં પણ આ પ્રકારની પ્રશસ્તિ છે, તેમાં ચન્દ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનું ગુણકીર્તન કર્યું છે. ઉત્તરકાલે મંદિરો, મૂર્તિઓ વગેરે સ્થાપત્યોની સ્મૃતિના રૂપમાં અનેક પ્રકારની પ્રશસ્તિઓ લખવાની પરંપરા ચાલુ થઈ આગળ ચાલી. જૈન મનીષીઓ પણ આ બાબતમાં પાછળ ન રહ્યા. દક્ષિણ ભારત, ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય ભારતમાં જૈન વિદ્વાનોએ એક વિશિષ્ટ પ્રકારની પ્રશસ્તિઓ પણ લખી, તે પ્રશસ્તિઓને ગ્રન્થપ્રશસ્તિ અર્થાત્ પુસ્તકની સ્તુતિગાથા કહે છે. આ ગ્રન્થપ્રશસ્તિઓ સામાન્યતઃ ગ્રન્થોના અત્તે અને કોઈ કોઈ વાર પ્રારંભમાં પણ યા તો પુષ્યિકાના રૂપે ગ્રન્થના કોઈ અધ્યાયના અંતે કે પ્રત્યેક અધ્યાયના અંતે મળે છે. ઈ.સ. છઠ્ઠી સદીની પહેલાં રચાયેલા ગ્રંથોમાં આપણને આવી પ્રશસ્તિઓ પ્રાય: નથી મળતી પરંતુ ૭મી સદીથી આગળના સમયમાં રચાયેલા ગ્રન્થોમાં આવી પ્રશસ્તિઓનો અધિક અને સર્વસામાન્ય પ્રયોગ થવા લાગ્યો.
કાવ્યાત્મક આદર્શ પ્રશસ્તિઓ પણ જૈન વિદ્વાનોએ લખી છે. તેમનું ઐતિહાસિક અને કાવ્યાત્મક મહત્ત્વ વિભિન્ન પ્રકારનું છે. કોઈ કોઈ પ્રશસ્તિઓ બહુ જ ટૂંકી હોય છે અર્થાત કેટલીક પંક્તિઓની જ માત્ર, તો કેટલીક તો સો સો પંક્તિઓ કે શ્લોકો જેટલી લાંબી હોય છે. કેટલીક ગદ્યમાં હોય છે તો કેટલીક પૂરેપૂરી પદ્યમાં જ માત્ર. કેટલીક ગદ્ય અને પદ્યમાં મિશ્રિત પણ હોય છે. ઐતિહાસિક દષ્ટિએ આ પ્રશસ્તિઓમાં મહત્ત્વનો અંશ સાધારણતઃ વંશપરિચય, શૌર્ય અથવા ધર્મકર્મવર્ણન હોય છે. અનેક પ્રશસ્તિઓ સ્થાપત્ય અંગેની છે, તેમાં સ્થાપત્યના નિર્માતા યા દાતાનો વૃત્તાન્ત આપવામાં આવ્યો હોય છે. જો નિર્માતા યા દાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org