________________
૪૩૪.
જૈન કાવ્યસાહિત્ય
દરબારમાં આવવા માટે નિમત્રણ આપ્યું. આચાર્ય ગુજરાતથી પગે ચાલીને આગ્રા પહોંચ્યા. સમ્રાટે તેમનું મોટું સન્માન કર્યું અને અનેક ભેટો ધરી. તેમના અનુરોધથી સમ્રાટે પર્યુષણપર્વમાં ૧૨ દિવસ સુધી જીવહત્યાનો નિષેધ કર્યો, વગેરે. સન્ ૧૫૮૪ જૂનમાં તેમણે હીરવિજયજીને “જગદ્ગુરુ'ની ઉપાધિ આપી અને તેમના શિષ્ય શાન્તિચન્દ્રને ઉપાધ્યાય પદ આપ્યું. સન્ ૧૫૮૨થી ૧૫૮૬ સુધી હીરવિજય આગ્રામાં રહ્યા. અકબર અને હીરવિજયજીના સંબંધોનું વર્ણન પદ્મસાગરકૃત જગદ્ગુરુકાવ્ય' અને દેવવિમલકૃત “હીરસૌભાગ્યકાવ્ય'માં મળે છે. વૈરાટ (જયપુર – સન્ ૧૫૮૭) તથા શત્રુંજય (સન્ ૧૫૯૩)માંથી પ્રાપ્ત શિલાલેખોમાંથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. . ઉપાધ્યાય શાન્તિચન્દ્ર બાદશાહનાં દયામય કાર્યોનું વર્ણન કરવા માટે કૃપારસકોશ'ની રચના કરી. બાદશાહનાં અહિંસા કાર્યોનું વર્ણન અલ બદાઉનીએ પણ કર્યું છે. વિન્સેન્ટ સ્મિથે પોતાના ગ્રંથ “અકબર'માં પણ આ વાતોનું પ્રતિપાદન કર્યું છે. ઉપાધ્યાય શાન્તિચન્દ્રનો અકબર ઉપર બહુ પ્રભાવ હતો. એક વર્ષ ઈદના સમયે તે સમ્રાટની પાસે જ હતા. ઈદના એક દિવસ પહેલાં તેમણે સમ્રાટને કહ્યું કે હવે તે ત્યાં નહિ રહે કારણ કે પછીના દિવસે ઈદના ઉપલક્ષ્યમાં અનેક પશુઓ મરાશે. તેમણે કુરાનની આયાતોથી સિદ્ધ કર્યું કે કુરબાનીનું માંસ અને ખૂન ખુદાને પહોંચતું નથી, ખુદા આ હિંસાથી ખુશ નથી થતા પરંતુ પરહેજગારીથી ખુશ થાય છે. રોટી અને શાક ખાવાથી જ રોજા કબૂલ થઈ જાય છે. અન્ય અનેક મુસલમાન ગ્રન્થોથી પણ તેમણે બાદશાહ અને તેના દરબારીઓ સમક્ષ એ પુરવાર કર્યું અને બાદશાહ પાસે ઘોષણા કરાવી કે આ ઈદ ઉપર કોઈ પણ પ્રકારનો વધ ન કરવામાં આવે.
શાન્તિચન્દ્ર આવશ્યક કાર્ય હોઈ ગુજરાત ચાલ્યા ગયા અને પોતાના શિષ્ય ભાનુચન્દ્રને અકબરના દરબારમાં મૂકતા ગયા.
ભાનુચન્દ્રનો અકબરના શેષ જીવન અને જહાંગીરના પ્રારંભિક જીવન સાથે ઘણો સંપર્ક હતો. અકબરે પોતાના બે શાહજાદા સલીમ અને દદાનિયાલની શિક્ષા ભાનુચન્દ્રને સોંપી હતી. અબુલફજલને પણ ભાનુચન્દ્ર ભારતીય દર્શન ભણાવ્યું હતું. ભાનુચ સમ્રાટ માટે “સૂર્યસહસ્રનામ'ની રચના કરી અને આ કારણે તે પાદશાહ અકબર જલાલુદ્દીન સૂર્યસહસ્રનામાધ્યાપક' કહેવાતા હતા. તે ફારસીના પણ મોટા વિદ્વાન હતા. બાદશાહે ખુશ થઈને તેમને “ખુશફહમ' ઉપાધિ આપી હતી. અકબરને ભાનુચન્દ્રમણિ ઉપર ખૂબ આસ્થા હતી. આના સમર્થનમાં ઘણી સામગ્રી છે. તેમાંથી કેવળ બેનો ઉલ્લેખ કરીએ છીએ. એક વખત અકબર ભયાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org