________________
ઐતિહાસિક સાહિત્ય
૪૩૩
જબૂસ્વામિચરિત્રમાં અકબરની પ્રશંસા કરતાં કવિએ લખ્યું છે કે સમ્રાટે ધર્મના પ્રભાવથી જજિયાવેરો બંધ કરીને યશનું ઉપાર્જન કર્યું, તેમના મુખમાંથી હિંસક વચનો નીકળતાં ન હતાં, હિંસાથી તે સદા દૂર રહેતા હતા અને તેમણે જુગાર અને મદ્યપાનનો પ્રતિબંધ લગાવી દીધો હતો. સં. ૧૬૫૦માં રચાયેલા કર્મવંશોત્કીર્તનકાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે બીકાનેરના રાજાનો પ્રધાન કર્મચન્દ્ર બથ્થાવત રાજા સાથે અણબનાવ થવાને કારણે અકબર બાદશાહના શરણે ગયો હતો અને અકબરે તેને પોતાનો એક પ્રતિષ્ઠિત મંત્રી બનાવી દીધો. કર્મચન્દ્ર પૂર્વવર્તી સુલતાનો દ્વારા અપહરણ કરાયેલી અનેક ધાતુની બનેલી જિનમૂર્તિઓને મુસલમાનો પાસેથી પાછી મેળવી અને તેમને બીકાનેરના મંદિરોમાં મોકલી આપી. સમ્રાટ અકબરે પોતાના શાહજાદા સલીમ પર આવી પડેલા અનિષ્ટ ગ્રહોની શાંતિ જૈનધર્માનુસાર કરવા માટે અબુલફજલ આદિ વિદ્વાન મંત્રીઓની સલાહથી કર્મચન્દ્ર બચ્છાવતને આદેશ આપ્યો હતો. ઉક્ત મંત્રીના આગ્રહથી બાદશાહે અમદાવાદના સૂબેદાર આજમ ખાંને ફરમાન મોકલ્યું કે મારા રાજયમાં જૈનતીર્થો, જૈનમંદિરો અને જૈનમૂર્તિઓને કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચાડી શકે નહિ અને આ આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને ભીષણ દંડ ભોગવવો પડશે.
મેડતા દુર્ગમાંથી મળતા તે સમયના શિલાલેખોમાંથી જાણવા મળે છે કે અકબરે જૈન મુનિઓને યુગપ્રધાનપદ આપ્યાં હતાં, પ્રતિ વર્ષ આષાઢની અષ્ટાલિકામાં અમારિ (જીવહિંસાનિષેધ) ઘોષણા કરી હતી, ખંભાતની ખાડીમાં માછલીઓનો શિકાર બંધ કરાવ્યો હતો, શત્રુંજય વગેરે તીર્થોને વેરામાંથી મુક્ત કર્યા હતા અને સર્વત્ર ગોરક્ષાનો પ્રચાર કર્યો હતો, વગેરે. ઈ.સ.૧૫૯૫માં પોર્ટુગીઝ પાદરી પિન્ટેરોએ પણ તેમાંની અનેક વાતોનું સમર્થન કર્યું છે. આઈને અકબરી પણ આ વાતોની પુષ્ટિ કરે છે.
તપાગચ્છીય આચાર્ય હીરવિજય આદિનાં જીવનચરિત્રો ઉપર લખાયેલાં હીરસૌભાગ્યમહાકાવ્ય' વગેરે ગ્રન્થોમાંથી પણ મુગલ બાદશાહોની ધાર્મિક ભાવનાઓ વિશે જાણવા મળે છે.
સન્ ૧૫૮૨ આસપાસ કાબુલથી પાછા ફર્યા પછી અકબરે ગુજરાતના શાસક શિહાબુદ્દીન અહમદખાન ઉપર ફરમાન મોકલીને આચાર્ય હીરવિજયને આગ્રા
૧-૨ આ ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય પહેલાં આપી દીધો છે. ૩. ભારતીય ઈતિહાસ – એક દષ્ટિ, પૃ. ૪૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org