________________
ઐતિહાસિક સાહિત્ય
સ્થિતિ ઉપર પ્રકાશ ફેંકવા માટે કેટલાક ગ્રંથો ઉપલબ્ધ છે. ઐતિહાસિક પ્રસંગમાં અહીં તેમનું દિગ્દર્શન માત્ર કરાવીએ છીએ. નાભિનન્દનોદ્વારપ્રબન્ધ અપરનામ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબન્ધ
આ કૃતિમાં પ્રાચીન સ્વતન્ત્ર ગુજરાતના અંતિમ મહાજન સમરાશાહનાં મહત્ત્વપૂર્ણ કાર્યોનું વિવરણ આપતાં તુગલકવંશના સુલતાનો અને તેમના પ્રાન્તીય શાસકોની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે, આ માહિતી તત્કાલીન ભારતના ધાર્મિક ઈતિહાસના નિર્માણમાં સહાયક સાબિત થઈ છે. સમરાશાહ ત્રણ ભાઈઓ હતા. મોટો ભાઈ સહજપાલ દક્ષિણ દેશના દેવગિરમાં (દોલતાબાદમાં) વસતો હતો. વચેટ ભાઈ સાહણ ખંભાતમાં વસીને પોતાના પૂર્વજોની કીર્તિ ફેલાવી રહ્યો હતો અને સમરાશાહ પાટણમાં રહી પ્રભાવશાળી બન્યો હતો. તત્કાલીન દિલ્હીનો સુલતાન ગયાસુદીન તુગલક તેના ઉપર ઘણો સ્નેહ રાખતો હતો અને તેણે તેને તેલંગાનાનો સૂબેદાર બનાવ્યો હતો. ગયાસુદ્દીનનો ઉત્તરાધિકારી મુહમ્મદ તુગલક પણ તેને ભાઈ સમાન ગણતો હતો અને પોતાના સમયમાં પણ તેણે તેને તે પદ ઉપર રહેવા દીધો. સમરાશાહે પોતાના પ્રભાવથી પાંડુદેશના સ્વામી વીર વલ્લાલને સુલતાનની ચુંગાલમાંથી છોડાવ્યો અને મુસલમાનોના અત્યાચારોથી અનેક હિંદુઓની રક્ષા કરી. તેણે તે મુસલમાન શાસકોના કાળમાં જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં.
જિનપ્રભસૂરિના વિવિધતીર્થકલ્પમાંથી પણ તુગલકવંશના રાજ્યકાળમાં જૈનધર્મની સ્થિતિની ઘણી માહિતી મળે છે. માલવાના પ્રાન્તીય મુસ્લિમ શાસકો
આ શાસકોના રાજ્યકાળમાં જૈનોને સારો આશ્રય મળતો રહ્યો. માંડવગઢમાં અનેક ધનાઢ્ય અને પ્રભાવક જૈન વ્યાપારીઓ હતા. તેમાંથી કેટલાકને તો સમયે સમયે રાજમન્ત્રી કે પ્રધાનમન્ત્રી અને અન્ય અનેક વિશિષ્ટ પદો સંભાળવાની તક મળી હતી. માંડવગઢના સુલતાન હોશંગશાહ ગોરીના (ઈ.સ.૧૪૦૫-૧૪૩૨) મહાપ્રધાન મંડન નામના જૈન હતા, તે ઘણા જ શાસનકુશળ અને મહાન
૪૩૧
૧. ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય પૃ. ૨૨૯ ઉપર આપ્યો છે.
૨. વિશેષ માહિતી માટે જુઓ : ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, ભારતીય ઈતિહાસ – એક દૃષ્ટિ, પૃ. ૪૧૧-૪૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org