________________
ઐતિહાસિક સાહિત્ય
તેમની અન્ય રચનાઓમાં અન્તર્કથાસંગ્રહ (કૌતુકકથા), સ્યાદ્વાદકલિકા, સ્યાદ્વાદદીપિકા, રત્નાકરાવતારિકાપંજિકા અને ષડ્ગર્શનસમુચ્ચય મળે છે. પુરાતનપ્રબન્ધસંગ્રહ
૪૨૯
મુનિ જિનવિજયજીને પાટણના ભંડારમાં એક પ્રબન્ધસંગ્રહની પ્રતિ મળી હતી, તેમાં અનેક પ્રબન્ધોનો સંગ્રહ હતો. દુર્ભાગ્યથી પ્રતિ ખંડિત હતી તેથી કર્તાનું નામ જાણી શકાયું નહિ. તેના અંતિમ પૃષ્ઠ ૭૬માં પ્રબન્ધનો ક્રમાંક ૬૬ આપ્યો છે. લાગે છે કે તેમાં બીજા પણ પ્રબન્ધો હતા. ઉપદેશતરંગિણીમાં ચતુર્વિંશતિપ્રબન્ધ (પ્રબન્ધકોશ) ઉપરાંત દ્વિસપ્તતિપ્રબન્ધનો પણ ઉલ્લેખ મળે છે. સંભવતઃ આ પુરાતનપ્રબન્ધસંગ્રહ તે જ ગ્રન્થ હોય. આમાં પ્રબન્ધચિન્તામણિ અને પ્રબન્ધકોશના કેટલાય પ્રબંધોની પુનરાવૃત્તિ થઈ છે. કેટલાય નવા પ્રબન્ધો પણ છે, જેમકે ભોજગાંગેયપ્રબન્ધ, ધારાબંસપ્રબન્ધ, મદનવર્મ-જયસિંહદેવપ્રીતિપ્રબન્ધ, પૃથ્વીરાજપ્રબન્ધ, નાહડરાયપ્રબન્ધ, નાડોલ લાખનપ્રબન્ધ. આ પ્રતિ ૧૫મી સદીમાં લખાયેલી જણાય છે. મુનિ જિનવિજયજીએ આ પ્રતિની સામગ્રી અને પૂર્વોક્ત જિનભદ્રકૃત પ્રબન્ધનાવલિની સામગ્રી લઈને ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ'૧ પ્રકાશિત કરેલ છે.
વિવિધ પ્રકારના જૈન ગ્રન્થોમાં ઐતિહાસિક સામગ્રી
આપણને એવા અનેક ગ્રન્થો મળ્યા છે જેમાં જો કે ગ્રન્થપ્રશસ્તિ નથી પરંતુ તે ગ્રન્થો પોતાનાથી પૂર્વે થયેલા આચાર્યો, તેમની કૃતિઓ ખાસ કરીને તેમના વિષય, કર્તા અને ગ્રન્થની માહિતીની સાથે સાથે આકસ્મિક રીતે પોતાના સમયની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરે છે. પશ્ચાત્કાલીન આચાર્યો અને કૃતિઓ દ્વારા પૂર્વવર્તી ગ્રન્થકારો અને ગ્રન્થોના ઉલ્લેખ, માન્ય ગ્રન્થકારોના પૂર્વ દૃષ્ટિકોણોનું ખંડન, ભાષા અને વિષયોનું સ્વરૂપ, પૂર્વવર્તી કૃતિઓમાંથી ઉદ્ધરણો વગેરે એવી અનેક વાતો છે જેનાથી ગ્રન્થકર્તાઓની સાપેક્ષિત સામયિકતા નિશ્ચિત કરી શકાય છે. આપણા જૈન તાર્કિક દાર્શનિક સાહિત્યની બાબતમાં એ વિશેષતઃ સાચું છે કે તેના દ્વારા આપણને કેવળ જૈન ગ્રંથકારોનો કાલક્રમ નિશ્ચિત કરવામાં જ નહિ પરંતુ મહત્ત્વપૂર્ણ બ્રાહ્મણ અને બૌદ્ધ તાર્કિકોનો કાલક્રમ નિશ્ચિત કરવામાં પણ અદ્ભુત મદદ મળે છે. જૈન વિદ્વાનોમાં એ એક પ્રણાલિકા હતી કે તેઓ પૂર્વવર્તી આચાર્યોની કારિકાઓને પોતાના મતના સમર્થનમાં કે બીજાના મતના ખંડનમાં ઉદ્ધૃત કરતા હતા. અનેક વાર ગ્રન્થો અને ગ્રન્થકારોનાં નામોનો પણ
૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org