________________
૪૨૮
જેન કાવ્યસાહિત્ય
વગેરેએ તેના ઉપર કેટલાંય નાટક લખ્યાં છે. સાતવાહન અને વિક્રમાદિત્ય ભારતીય સાહિત્ય અને અનુશ્રુતિમાં બહુ પ્રસિદ્ધ છે. વિક્રમાદિત્યપ્રબન્ધની સામગ્રીને ગુણવચનદ્વાર્નાિશિકામાં વર્ણવાયેલી વાતો સાથે મેળવીને પુરવાર કરવામાં આવ્યું છે કે તે ગુપ્તવંશી ચન્દ્રગુપ્ત (દ્વિતીય) વિક્રમાદિત્ય હતા. વંકચૂલ (પુષ્પચૂલપુષ્પચૂલા) જૈન કથાવાર્તાઓના રાજા જણાય છે. તેની ઐતિહાસિકતા જણાતી નથી. નાગાર્જુનની કથા ઐતિહાસિક રાજાના રૂપમાં સંદિગ્ધ છે, તે યોગી યા સિદ્ધ પુરુષ જણાય છે. આમ ૭ તથાકથિત રાજાઓમાં પના જ જીવન ઈતિહાસોપયોગી છે. ૩ રાજમાન્ય પુરુષોમાંથી આભડ અને વસ્તુપાલ જાણીતા છે. સંઘપતિ રત્નશ્રાવક અજ્ઞાત જેવા લાગે છે.
પ્રબન્ધકોશમાં પોતાના પૂર્વવર્તી પ્રબન્ધોમાંથી ઘણી બધી સામગ્રી લેવામાં આવી છે, આ તથ્ય મુનિ જિનવિજયજીએ ઉક્ત ગ્રન્થના પ્રાસ્તાવિક વકતવ્યમાં રજૂ કર્યું છે. પ્રથકારની મૌલિક રચના તરીકે હર્ષ, હરિહર, અમરચન્દ્ર અને મદનકીર્તિ પ્રબન્ધોને ગણાય. તેમનું વર્ણન અન્ય પ્રબન્ધગ્રન્થોમાં નથી મળતું.
પ્રબન્ધકોશની રચના સરળ અને સુબોધ ગદ્યમાં કરવામાં આવી છે. આ પ્રકારની ગદ્યરચના બહુ જ ઓછી મળે છે. તેનાં વાક્યો બિલકુલ અલગ અલગ અને નાનાં નાનાં છે તથા બોલચાલની ભાષા જેવાં લાગે છે. અપ્રચલિત અને દેશ્ય શબ્દોનો પ્રયોગ તેમાં નિઃસંકોચ થયો છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પ્રશ્નવાહન કુલ, કોટિક ગણ, હર્ષપુરીય ગચ્છની મધ્યમ શાખામાં થયેલા મલધારી અભયદેવસૂરિ સત્તાનીય અને તિલકસૂરિના શિષ્ય રાજશેખરે આ કૃતિની રચના સં. ૧૪૦પમાં દિલ્હીમાં મહણસિંહની વસતિમાં રહીને કરી હતી.
૧. પ્રબન્ધચિન્તામણિના સાતવાહનપ્રબન્ધ અને વિવિધતીર્થકલ્પના પ્રતિષ્ઠાનપુરકલ્પમાં આનું
ચરિતવર્ણન છે. ૨. મધ્યભારતી પત્રિકા, અંક ૧, જુલાઈ ૧૯૬૨માં ડૉ. હીરાલાલ જૈનનો લેખ : A Con
temporary Ode to Chandra Gupta Vikramaditya. ૩. વંકચૂલચરિતનો પરિચય પહેલાં આપી દીધો છે. આના પહેલાં વિવિધતીર્થકલ્પમાં
ઢીંપુરીકલ્પ અંતર્ગત વંકચૂલના ચરિતનું વર્ણન છે. ૪. પૃ. ૨-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org