________________
ઐતિહાસિક સાહિત્ય
કોઈ રચના આજ સુધી મળી નથી. તે સંડેરકગચ્છના આચાર્ય શાન્તિસૂરિના અનુયાયી હતા અને જાલોરની રહેવાસી રાજમાન્ય વ્યક્તિ હતા.
૪. વસ્તુપાલપ્રશસ્તિ
ર
આ પ્રશસ્તિ ૧૨ પઘોની છે. તે થોડા સમય પહેલાં પ્રકાશમાં આવી છે. તેના રચનાર સુકૃતસંકીર્તનકાવ્યના કર્તા અરિસિંહ ઠક્કુર છે. તેમાં વસ્તુપાલનું નામ વસન્તપાલ અને વસ્તુપાલ બન્ને આપ્યાં છે અને ઉદાત્ત કાવ્યમય શૈલીમાં યશોગાથા વર્ણવી છે. આમાં કોઈ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ નથી. ગ્રન્થ, દાતા તથા લિપિકાર-પ્રશસ્તિઓ
ગ્રન્થ સંબંધી પ્રશસ્તિઓ બે પ્રકારની છે : એક ગ્રન્થકારપ્રશસ્તિ અને બીજી પુસ્તકપ્રશસ્તિ. ગ્રન્થકારપ્રશસ્તિમાં ગ્રન્થકારનો પોતાનો પરિચય, તેમની ગુરુપરંપરા, રચનાનું સ્થાન અને સમય વગેરેનો ઉલ્લેખ હોય છે. પુસ્તકપ્રશસ્તિ બે પ્રકારની હોય છે : એક દ્રવ્યદાન કરી હસ્તપ્રત લખાવનારની પ્રશસ્તિ અને બીજી લેખનકાર્ય કરનાર લિપિકાર (લહિયા)ની પ્રશસ્તિ. આવી પ્રશસ્તિઓ પિટરસન, ભાંડારકર વગેરે વિદ્વાનોના રિપોર્ટોમાં તથા પાટણ, ખંભાત, જેસલમેર, વડોદરા, અમદાવાદ, લીંબડી, જયપુર, બીકાનેર, આમેર આદિ જૈનભંડારોની વિવરણાત્મક સૂચીઓમાં તથા જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ' નામના ગ્રન્થોમાં આપવામાં આવી છે. આવી પ્રશસ્તિઓ મધ્યયુગીન ભારતના સભ્રાન્ત જૈન પરિવારોના ઈતિહાસની પણ બહુ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ માહિતી ગુજરાત અને મધ્ય ભારતમાંથી પ્રાપ્ત ગ્રન્થોમાં કર્ણાટક અને તમિલ દેશમાંથી પ્રાપ્ત ગ્રન્થોની અપેક્ષાએ અધિક છે.
૪૪૧
૧. યશોવીરના વિશેષ પરિચય માટે જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાકૃત મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમડંલ, પૃ. ૮૧-૮૫.
૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ, પૃ. ૩૦૩-૩૩૦, પ્રશસ્તિલેખાંક ૬. ૩. અત્યાર સુધી પ્રકાશિત આ પ્રકારના ગ્રન્થોમાં મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, શ્રી અમૃતલાલ મગનલાલ શાહ દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ (૨ ભાગ), પં. કે. ભુજબલી શાસ્ત્રી દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ, પં. પરમાનન્દ શાસ્ત્રીકૃત જૈનગ્રન્થપ્રશસ્તિસંગ્રહ ભાગ ૧ (સંસ્કૃત-પ્રાકૃત) અને ભાગ ૨ (અપભ્રંશ) તથા ડૉ. કસ્તૂરચંદ કાસલીવાલ દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ વિશેષ ઉલ્લેખનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org