________________
ઐતિહાસિક સાહિત્ય
પદ્ય ૫૨-૬૨માં તેનાં સુકૃત્યોની સૂચી આપવામાં આવી છે. પદ્ય ૬૩-૭૧માં મંદિરના મુખ્ય અધિષ્ઠાતા તથા પ્રશસ્તિના રચનાર જયસિંહના ઉપદેશથી અને પોતાના અગ્રજ વસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ દ્વારા સ્વર્ણ ધ્વજદંડોના નિર્માણનું વર્ણન છે. અન્તે ધ્વજદંડો, મંદિર અને બન્ને મંત્રીઓ માટે આશીર્વચન છે.
આ પ્રશસ્તિના રચનાર છે વીરસિંહસૂરિના શિષ્ય જયસિંહસૂરિ. તેમણે જ હમ્મીરમદમર્દન નાટકનું સર્જન કર્યું છે, તે એક ઐતિહાસિક નાટક જ છે અને વસ્તુપાલની શૌર્યકથા કહે છે. ૧. વસ્તુપાલપ્રશસ્તિ
આ પ્રશસ્તિ ૨૬ શ્લોકોની છે. પહેલા શ્લોકમાં મંગલાચરણ છે, બીજામાં વસ્તુપાલ-તેજપાલ અને તેમના પૂર્વજોનું વર્ણન છે. શેષ કાવ્યમાં પોતાના આશ્રયદાતાની સ્તુતિ જ છે.
આના રચનાર નરચન્દ્રસૂરિ છે. તે હર્ષપુરીય યા મલધારીગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. તે વસ્તુપાલના માતૃપક્ષના ગુરુ હતા. તેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય વગેરેના ગ્રન્થો ભણાવ્યા હતા. તે કેટલીય કૃતિઓના કર્તા અને ટિપ્પણકાર હતા. તેમનો ફલિત જ્યોતિષ ઉપરનો ગ્રન્થ જ્યોતિઃસાર યાને નારચન્દ્રજ્યોતિઃસાર મળે છે. તેમણે શ્રીધરની ન્યાયકન્દલી ઉપર અને મુરારિના અનર્થરાઘવ નાટક ઉપર ટિપ્પણો લખ્યાં છે તથા જૈન કથાનકો ઉપર કથારત્નસાગર તથા ચતુર્વિશતિજિનસ્તોત્રની રચના કરી છે. ૨. વસ્તુપાલપ્રશસ્તિ
આ પ્રશસ્તિ ૧૦૪ પઘોની છે. તેની રચના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ કરી છે. આ ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ કેટલુંક મહત્ત્વ ધરાવે છે. તેના પ્રથમ પદ્યમાં જિન અને મહાદેવની શ્લેષમય સ્તુતિ છે, પદ્ય ૨-૧૨માં ચૌલુક્યવંશના રાજાઓની કીર્તિગાથા છે, ૧૩-૧૭માં બધેલા (વાધેલા) વંશનું વર્ણન છે, પદ્ય ૧૮-૨૪માં વસ્તુપાલના પૂર્વજોનું વર્ણન છે અને વસ્તુપાલના પોતાના ગુણોનું વર્ણન પદ્ય ૨૫-૨૮માં છે. ત્યાર પછી ૯૮ પદ્ય સુધી વસ્તુપાલની તીર્થયાત્રાઓ, જીર્ણોદ્ધાર અને ધર્મશાલાનિર્માણ આદિ કાર્યોનું વર્ણન છે. પદ્ય ૯૯
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૦૧ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૫
Jain Education International
૪૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org