________________
૪૨૬
સં. ૧૩૬૧માં કરવામાં આવી હતી. તેમની અન્ય કૃતિઓ વિચારશ્રેણી યા સ્થવિરાવલી તથા મહાપુરુષચિરત છે.
વિવિધતીર્થકલ્પ
જૈન કાવ્યસાહિત્ય
આનો પરિચય પહેલાં આપી દીધો છે. તેમાં અનેક તીર્થોના અંગે અનેક ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. આ વાતો પદ્માર્તી અનેક પ્રબંધોનો આધાર બની છે. પ્રબન્ધકોશમાં પ્રભાવકચરિત અને પ્રબન્ધચિન્તામણિમાંથી જેટલી સામગ્રી લેવામાં આવી છે તેનાથી ય વધુ સામગ્રી વિવિધતીર્થકલ્પમાંથી લેવામાં આવી છે, એટલે સુધી કે કેટલાંક પૂરાં પ્રકરણો યા પ્રબન્ધો જેમના તેમ અક્ષરશઃ ઉષ્કૃત કરી લેવામાં આવ્યાં છે. સાતવાહનપ્રબન્ધ, વંકચૂલપ્રબન્ધ અને નાગાર્જુનપ્રબન્ધ આ ત્રણે પ્રકરણો તીર્થકલ્પની પૂરી નકલ છે. સાતવાહન નૃપ ઉ૫૨ ૨૩મો પ્રતિષ્ઠાનપત્તનકલ્પ, ૩૩મો પ્રતિષ્ઠાનપુરકલ્પ, ૩૪મો પ્રતિષ્ઠાનપુરાધિપતિસાતવાહનચરિતકલ્પ આ ત્રણ કલ્પો છે. વંકચૂલનું વર્ણન ઢીંપુરીતીર્થકલ્પ(૪૩મું)માં તથા નાગાર્જુનનું વૃત્તાન્ત સ્તંભનકલ્પ-શિલોછ(૫૯મું)માં છે. આ પાછળનો પ્રબંધ તીર્થકલ્પમાં પ્રાકૃત ભાષામાં રચાયો છે, પ્રબંધકોશના કર્તાએ તેને શબ્દશઃ સંસ્કૃતમાં અનૂદિત કરી પ્રબંધકોશમાં દાખલ કરી દીધો છે. એ પણ સંભવિત છે કે વિવિધતીર્થકલ્પના કર્તાએ પ્રબન્ધચિન્તામણિમાંથી ઉક્ત પ્રકરણને સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં અનુવાદ કરીને લખી લીધું હોય એવું લાગે છે કારણ કે બન્નેની શબ્દરચના પ્રાયઃ એકસરખી છે.
કર્તા જિનપ્રભસૂરિ પોતાના સમયના બહુશ્રુત વિદ્વાન અને પ્રતિભાશાળી પુરુષ હતા. ભારતની સંસ્કૃતિના મહા સંકટકાલમાં તે વિદ્યમાન હતા. તેમના સમયમાં ભારતવર્ષના હિન્દુ રાજ્યોનું સામૂહિક પતન થયું હતું અને ઈસ્લામી સત્તાનું સ્થાયી શાસન જામી ગયું હતું. ગુજરાતની પ્રાચીન સાંસ્કૃતિક વિભૂતિનો આખરી પડદો તેમની નજર આગળથી ગુજરી રહ્યો હતો.
વિવિધતીર્થકલ્પના ઉલ્લેખાનુસાર મંત્રી માધવની પ્રેરણાથી અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના ભાઈ ઉલુગખાંને ગુજરાત વિજય કરવા માટે મોકલ્યો હતો. ખિલજી વંશનો શીઘ્ર વિનાશ થયા પછી ગુજરાતનું શાસન સુલતાન મુહમ્મદ તુગલકે સંભાળ્યું. જિનપ્રભસૂરિનો આ સુલતાન સાથે પ્રત્યક્ષ પરિચય હતો અને
૧. પૃ. ૭૭ ઉપર પરિચય આપ્યો છે.
૨. પરિચય માટે જુઓ જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૩૨૧-૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org