________________
ઐતિહાસિક સાહિત્ય
૪ ૨૫
બધેલો(વાઘેલાઓ)ના વિષયમાં તે કંઈ નથી લખતો સિવાય એટલું કે તે ભીમ બીજા પછી આવ્યા. આ જ તેનો દોષ છે. જો કર્તાએ પોતાના સમયનો ઈતિહાસ લખ્યો હોત તો તેમનો આ ગ્રન્થ કલ્હણને ગ્રંથની કોટિનો મનાત.
આ પ્રબન્ધના લેખકે ઈતિહાસ લખવામાં એ અનુભવ અવશ્ય કર્યો કે રાજાઓના વંશ અને તેમની તિથિઓ ખૂબ મહત્ત્વની છે. જો કે પ્રબન્ધચિન્તામણિમાં આપવામાં આવેલી તિથિઓ બરાબર નથી તેમ છતાં તે કેટલાક મહિના કે વર્ષમાં અશુદ્ધ છે, વિશેષ અશુદ્ધ નથી. સંભવતઃ પ્રાચીન દસ્તાવેજોને જોઈને તેમણે રાજાના રાજપદ પ્રાપ્ત કરવાનું વર્ષ તો જાણ્યું પરંતુ સાચી તિથિ ન જાણી. જો તેમને આ માહિતીના કોઈ પણ જાતના સ્રોતો ન મળી શક્યા તો તિથિ અંગે તે અનુમાન કરતા હોય એવું લાગે છે અને વિશ્વાસ કરવા લાયક એક કથા રચી દે છે. તેમ છતાં એટલું તો જણાય છે કે તે તિથિના મહત્ત્વને સમજતા હતા. જયારે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે જ્યાશ્રયકાવ્ય, કીર્તિકૌમુદી (સોમેશ્વરકૃત) અને અન્ય કૃતિઓમાં તિથિ અંગે એક પણ નિર્દેશ આપવામાં આવ્યો નથી.
આ પ્રબન્ધના કર્તાએ એક પ્રકારે ઈતિહાસ લખવાની આવશ્યકતા સમજી હતી. તેમની બધી પ્રસંગકથાઓના તાણાવાણા ઈતિહાસને અન્તભંગ બનાવીને ગૂંથ્યા, તેમના ક્રમમાં કોઈ રુકાવટ નથી અને બધાં તથ્યો સાધારણતઃ નિશ્ચિત કાલક્રમના રૂપમાં મૂકવામાં આવ્યાં છે. કર્તાની રજૂઆત કરવાની પદ્ધતિ પણ બરાબર છે અને તેમણે ચૌલુક્યોના ઈતિહાસના એ મહત્ત્વપૂર્ણ ભાવને પણ સમજી લીધો હતો કે તેમના ઈતિહાસનું લેખન માલવાના પરમારોના ઈતિહાસને દર્શાવ્યા વિના અસંભવ છે.
કર્તા - સંસ્કૃત સાહિત્યમાં આ અપૂર્વ કૃતિના કર્તા મેરૂતુંગસૂરિ છે. તે નાગેન્દ્રગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય હતા. આ ગ્રન્થની રચના વઢવાણ (વર્ધમાનપુર)માં
૧. આ દર્શાવે છે કે બધેલવંશ જૈનધર્મનો દઢ સમર્થક ન હતો, જેવો કે તે કેટલોક કાલ માટે
મનાતો રહ્યો છે. ૨. અહીં એ યાદ રાખવું જોઈએ કે કલ્હણની રાજરિગણીનો પ્રારંભિક સર્ગ સદોષ છે
જયારે પછીના સર્ગો, જેમાં કલ્હણ તે ઘટનાઓનું વર્ણન કરે છે જે ઘટનાઓનું તેને યા તેના પિતાને પ્રત્યક્ષ જ્ઞાન હતું, સાચો ઈતિહાસ બતાવે છે. આ વસ્તુ આપણને પ્રબન્ધચિન્તામણિમાં નથી મળતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org