________________
જૈન કાવ્યસાહિત્ય
આ કૃતિના નિર્માણમાં કર્તાનું સ્પષ્ટ પ્રયોજન પેલી બહુધા શ્રુત પુરાણી કથાઓને, જે બુધજનોનાં ચિત્તને ત્યારે પ્રસન્ન કરતી ન હતી તેમને, કરવાનું છે :
પુનઃ સ્થાપિત भृशं श्रुतत्वान्न कथाः पुराणाः प्रीणन्ति चेतांसि तथा बुधानाम् वृत्तैस्तदासन्नसतां प्रबन्धचिन्तामणिग्रन्थमहं तनोमि I આ ગ્રન્થમાં અધિકાંશ રોચક પ્રસંગકથાઓ છે. આ પ્રસંગકથાઓનું મૂળ સંદિગ્ધ છે અને અનેક તો કાલ્પનિક છે. આ ગ્રન્થમાં કેટલાંક બહુ મહત્ત્વનાં ઐતિહાસિક ઉપાખ્યાનો પણ છે જેમને આપણે વિ.સં.૯૪૦-૧૨૫૦ સુધીનો ગુજરાતનો સામાન્ય ઈતિહાસ માની શકીએ. કર્નલ કિન્લાક ફાર્બસે પોતાના ‘રાસમાલા’ નામના ગુજરાતના ઈતિહાસના પ્રથમ મોટા ભાગનો મુખ્ય આધાર આ ગ્રન્થને બનાવ્યો હતો. બોમ્બે ગેઝેટિયરના પ્રથમ ભાગમાં જે અણહિલપુરનો ઈતિહાસ આપવામાં આવ્યો છે તેનો મુખ્ય આધાર આ જ પ્રબન્ધચિન્તામણિ છે. ગુજરાતના ઈતિહાસ માટે પ્રબન્ધચિન્તામણિ જે સામગ્રીની પૂર્તિ કરે છે તેવી સામગ્રી બીજા કોઈ ગ્રન્થમાં નથી મળતી. આ ગ્રન્થને અને કાશ્મીરના ઈતિહાસ માટે રાજતરંગિણીને છોડી ભારતવર્ષના અન્ય કોઈ પ્રાન્ત માટે ઈતિહાસ ગ્રન્થ નથી મળતા, અણહિલપુરના સંબંધમાં જે વાતો આ ગ્રન્થમાં આપવામાં આવી છે પ્રાયઃ તે બધી જ વિશ્વસનીય છે. તેમાં અણહિલપુરના રાજાઓનો જે રાજ્યકાલ દર્શાવાયો છે તે અન્ય ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સામગ્રીથી સમર્થિત છે. કર્તાએ ગુજરાતને આ કાળમાં વિશેષ પ્રસિદ્ધિ અપાવના૨ અને ગુજરાતના ગૌરવની વૃદ્ધિમાં ફાળો આપનાર પુરુષોના પ્રબન્ધોને એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. કર્તા પોતે એક જૈન આચાર્ય હતા અને જૈન શ્રોતાઓનું મનોરંજન કરવા માટે ગ્રન્થરચના કરવી એ તેમનું મુખ્ય પ્રયોજન હતું. તેથી એ સ્વાભાવિક છે કે જૈન તથ્યો તરફ તેમનો પક્ષપાત હોય. તેમ છતાં ગુજરાતના સમુચિત ગૌરવ અને પ્રભાવ ઉપર તેમને અનુરાગ હતો. તેથી જૈનો સાથે જરા પણ સંબંધ ન ધરાવતી અનેક વાતો તેમાં સંગૃહીત છે. તે વાતોને કેવળ ઈતિહાસસંગ્રહની દૃષ્ટિએ કર્તાએ પોતાના સંગ્રહમાં સ્થાન આપ્યું છે.
આ ગ્રન્થનો સૌથી મોટો દોષ એ છે કે તેમાં પોતાના યુગની (ઈ.સ.૧૩૦૪), જે યુગનું લેખકને પ્રત્યક્ષ જ્ઞાન હતું તેની, ઉપેક્ષા કરવામાં આવી છે અને તેના બદલે તે કાલખંડ ઉપર લખવામાં આવ્યું છે જેના માટે લેખકને મૌખિક પરંપરા તથા પૂર્વવર્તી રચનાઓ ઉપર નિર્ભર રહેવું પડ્યું છે. પ્રબન્ધચિન્તામણિમાં ગુજરાતનો ઈતિહાસ વાસ્તવમાં કુમારપાલના મૃત્યુ વિ.સં.૧૨૨૯ સાથે બંધ થઈ જાય છે.
૪૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org